શાઓમીનો મિડ-રેન્જ 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો REDMI NOTE 9Tની તમામ જાણકારી
REDMI NOTE 9T અને REDMI 9Tની ગ્લોબલ લોન્ચિંગ કરી દેવામાં આવી છે. શાઓમીનો REDMI NOTE 9Tમાં 5G સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે REDMI 9T 4G સ્માર્ટફોન છે. REDMI 9T, NOTE 9 4Gનું રિબ્રાંડેડ વર્ઝન છે. આવો જાણીએ બંને ફોનના સ્પેસિફિકેશન્સ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ REDMI NOTE 9Tમાં ડ્યુલ નેનો સિમ છે. જે એન્ડ્રોઈડ 10 બેઝ્ડ MIUI 12 પર ચાલે છે. ફોનમાં 6.53 ઈન્ચની ફુલ HD સ્ક્રીન (1080x2340 પીક્સલ્સ) આપવામાં આવી છે. આ ફોન 4GB DDR4 રેમ અને 64 અને 128 GBના વેરિયંટમાં મળશે. ફોનમાં 256GBનું એક્સપાન્ડેબલ મેમરી છે. ફોનમાં ઓક્ટાકોર MediaTek Dimensity 800U પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ટ્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48MPનો પ્રાઈમરી કેમેરો(f-1.79), 2MP ડેપ્થ સેન્સર અને 2MPનો મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 13MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને 5000 mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi, બ્લુટુથ 5.0, GPS/A-GPS, IR બ્લાસ્ટર, NFC, USB TYPE-C અને 3.5 mm હેડફોન જેક ઉપલબ્ધ છે. ફોનનો વજન 199 ગ્રામ છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિને 'ભરોસો' છે આ એપ પર, WhatsApp પર નહીં? જાણો કારણ
REDMI NOTE 9Tના 4GB+64GB વેરિયંટ માટે 20,500 રૂપિયા કિંમત રાખવામાં આવી છે. જ્યારે 4GB+128GB વેરિયંટ માટે 24,100 રૂપિયા કિંમત રાખવામાં આવી છે. ફોનમાં 2 કલર ઓપ્શન છે: નાઈટફોલ બ્લેક અને ડેબ્રેક પર્પલ.
WhatsApp યુઝર્સ છો તો જાણીલો આ માહિતી નહીં તો Account થઈ જશે Delete
જાણો REDMI 9Tના તમામ સ્પેસિફિકેશન્સ:
1) REDMI 9Tમાં ડ્યુલ નેનો સિમ છે. જે એન્ડ્રોઈડ 10 બેઝ્ડ MIUI 12 પર ચાલે છે. ફોનમાં 6.53 ઈન્ચની ફુલ HD સ્ક્રીન (1080x2340 પીક્સલ્સ) આપવામાં આવી છે. ફોન 4 અને 6GB રેમના વેરિયંટમાં મળશે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
2) ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48MPનો પ્રાઈમરી કેમેરો(f-1.79), 8PM અલ્ટ્રા વાઈડ કેમેરો, 2MP ડેપ્થ સેન્સર અને 2MPનો મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને 6000 mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi, બ્લુટુથ 5.0, GPS/A-GPS, IR બ્લાસ્ટર, NFC, USB TYPE-C અને 3.5 mm હેડફોન જેક ઉપલબ્ધ છે. ફોનનો વજન 198 ગ્રામ છે.
3) REDMI 9Tના 4GB+64GB વેરિયંટ માટે 14,300 રૂપિયા કિંમત રાખવામાં આવી છે. જ્યારે 4GB+128GB વેરિયંટ માટે 17,000 રૂપિયા કિંમત રાખવામાં આવી છે. જ્યારે 6GB+128GB વેરિયંટ માટે 17,900 રૂપિયા કિંમત રાખવામાં આવી છે. ફોનમાં 4 કલર ઓપ્શન છે: કાર્બન ગ્રે, ટ્વિલાઈટ બ્લુ, સનરાઈઝ ઓરેંજ અને ઓશિયલ ગ્રીન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube