દુનિયાના સૌથી અમીર વ્યક્તિને 'ભરોસો' છે આ એપ પર, WhatsApp પર નહીં? જાણો કારણ
છેલ્લા કેટલાક દિવસથી પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર કરીને વોટ્સએપ(WhatsApp) ચર્ચામાં છે.
Trending Photos
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર કરીને વોટ્સએપ(WhatsApp) ચર્ચામાં છે. વોટ્સએપની શરૂઆત જે બે લોકોએ કરી હતી તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે વોટ્સએપનું બિઝનેસ મોડલ પણ આ રીતે જાહેરાત થઈ જશે અને પ્રાઈવસીમાં ગાબડું પડશે. આ બાજુ અમેરિકી બિઝનેસમેન એલન મસ્ક હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એલન મસ્ક ઈલેક્ટ્રિક કાર મેકર ટેસ્લા અને સ્પેસ ફર્મ સ્પેસ એક્સના ફાઉન્ડર છે. તેમણે અમેઝોનના સીઈઓ જેફ બેજોસને પાછળ છોડ્યા છે. આ એલન મસ્કે એક નવી એપની વકીલાત કરતા આ એપ હવે ચર્ચામાં આવી ગઈ છે.
એલન મસ્કે એક ટ્વીટ કરી જેમાં લખ્યું કે 'Use Signal' (યૂઝ સિગ્નલ). તેમણે લોકોને એક પ્રકારે અપીલ કરી છે કે Signal યૂઝ કરો. Signal એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. પરંતુ આ એપ દુનિયાની સૌથી સિક્યોર એપ મનાય છે. રસપ્રદ વાત એ છે કે વોટ્સએપના જ ફાઉન્ડરના પૈસા આ સિગ્નલ એપમાં લાગ્યા છે. જેનો ઝૂકાવ પ્રાઈવસી તરફ છે.
Use Signal
— Elon Musk (@elonmusk) January 7, 2021
એલન મસ્કની આ ટ્વીટ બાદ સિગ્નલ એપ પર ઝડપથી લોકો એકાઉન્ટ બનાવી રહ્યા છે. સિગ્નલ તરફથી કેટલીક ટ્વીટ પણ કરાઈ છે. સિગ્નલની ટ્વીટમાં કહેવાયું છે કે અચાનક અનેક લોકો સિગ્નલ સાથે જોડાઈ રહ્યા છે. આથી એકાઉન્ટ એક્ટિવેશનમાં સમસ્યા થઈ રહી છે. જેને જલદી ઠીક કરવા પર કંપની કામ કરી રહી છે.
Verification codes are currently delayed across several providers because so many new people are trying to join Signal right now (we can barely register our excitement). We are working with carriers to resolve this as quickly as possible. Hang in there.
— Signal (@signalapp) January 7, 2021
Signal કઈ રીતે છે વોટ્સએપ થી અલગ...શું છે તેના પ્રાઈવસી ફીચર્સ
આ વાત તમે ઉદાહરણ સાથે સમજો. સિગ્નલ એપમાં એક ફીચર છે જેને અનેબલ કર્યા બાદ તમે અને તમારી સાથે જે પણ વાત કરી રહ્યા છે તેઓ સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. એટલું જ નહીં આ એપ એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈ બીજી એપ પણ તમારા ચેટની સ્ક્રિનશોટ ન લઈ શકે.
વોટ્સએપ તમારું આઈડેન્ટિફિકેશન, યૂસેજ ડેટા, પરચેઝ ડેટા, લોકેશન, કોન્ટેક્ટ, યૂઝર કોન્ટેક્ટ, યૂઝર આઈડી ડિવાઈસ આઈડીથી માંડીને લગભગ દરેક પ્રકારના પર્સનલ ડેટા કલેક્ટ કરે છે. પરંતુ સિગ્નલ આ બધામાંથી કોઈ પણ પ્રકારનો ડેટા કલેક્ટર કરતી નથી.
એપલ એપ સ્ટોર પર હાલમાં જ એપ પ્રાઈવસી હેઠળ Data Linked To you ફીચર આવ્યું છે. અહીં જઈને તમે જોઈ શકો છો કે સિગ્નલ એપ કયા પ્રકારનો ડેટા કલેક્ટ કરે છે. અહીં તમને સ્પષ્ટ રીતે લખેલુ જોવા મળશે કે આ એપ ફક્ત તમારા ફોન નંબરનું એક્સેસ લે છે. કારણ કે ફોન નંબરથી જ આ એપ પર તમે એકાઉન્ટ બનાવી શકો છો.
બીજી બાજુ એપલ એપ સ્ટોર પર તમે જઈને જોશો તો વોટ્સએપ તમને કેટલો ડેટા કલેક્ટ કરે છે તે જોવા મળશે અને જોઈને તમે ચોંકી જશો. સિગ્નલ એપનો સોર્સ કોડ પબ્લિક ડોમીનમાં છે એટલે કે કોઈ સિક્યુરિટી એક્સપર્ટ તેની સિક્યુરિટી ટેસ્ટિંગ કરી શકે છે. બધુ મળીને આ એપની અંદર શું છે , ડેટા ક્યાં જઈ રહ્યો છે, કયા પ્રકારે યૂઝ થઈ રહ્યો છે તે બધુ જોવા મળી શકે છે.
સિક્યુરિટી ફીચરની વાત કરીએ તો સિગ્નલ એપમાં વધુમાં વધુ સિક્યુરિટી ફીચર્સ અને સિક્યુરિટી પેચ મળે છે. સિગ્નલ એપમાં બહુ પહેલેથી Disappearing ચેટ ફીચર છે. જે વોટ્સએપમાં હાલમાં જ આવ્યું છે. પરંતુ આમ છ તાં સિગ્નલ એપનું આ ફીચર વધુ સિક્યોર, પ્રાઈવેટ અને સેફ છે.
અત્રે જણાવવાનું કે ફેસબુકે વોટ્સએપનું અધિગ્રહણ કર્યું અને ત્યારબાદ વોટ્સએપના બંને ફાઉન્ડર્સ ફેસબુક સાથે વિવાદના કારણે પૈસા લઈને ચાલતી પકડી. હવે વોટ્સએપ સંપૂર્ણ રીતે ફેસબુકનું છે અને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ છે. માર્ક ઝકરબર્ગનું પ્રાઈવસી અંગેનું વલણ જગજાહેર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે