eSim Service in Smartphones: ભારતમાં જેટલા પણ સ્માર્ટફોન્સ ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી મોટાભાગમાં તમને એક ફિજિકલ સિમ લગાવવામાં આવે છે. ફિજિકલ સિમ કાર્ડ લગાવવા માટે દરેક સ્માર્ટફોનમાં સિમ સ્લોટ બનાવવામાં આવે છે. કેટલાક સ્માર્ટફોન્સમાં બે સિમ કાર્ડ લગાવવામાં આવી શકે છે તો બીજી તરફ સ્માર્ટફોન્સમાં સિંગલ સિમનું ઓપ્શન આપવામાં આવે છે. જોકે શું તમે જાણો છો કે આગામી સમયમાં કદાચ સ્માર્ટફોન્સમાં તમને સિમકાર્ડ લગાવવાની જરૂર નહી પડે. જો તમને લાગે છે કે આ કોરી કલ્પના છે તો એવું નથી કારણ કે ઘણી કંપનીઓ સિમ સ્લોટને જ પોતાના સ્માર્ટફોન ઓફર કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિમકાર્ડ વિના કેવી રીતે ચાલશે સ્માર્ટફોન
જો તમને લાગે છે કે સ્માર્ટફોનમાં સિમ કાર્ડ નહી લગાવવું નહી પડે તો એવું નથી કે ભવિષ્યમાં ફિજિકલ સિમકાર્ડની જરૂરિયાત ખતમ થઇ જશે. જોકે આમ એક ટેક્નોલોજીથી શક્ય બનશે. આ ટેક્નોલોજી છે ઇ-સિમ, જી હાં. આઇફોનમાં આ સર્વિસ જોવા મળી રહી છે અને હવે ગૂગલ પોતાના પિકસલ 7 સીરીઝમાં સ્માર્ટફોન્સમાં ઇ-સિમ ફીચર ઓફર કરી શકે છે ત્યારબાદ તમારા સ્માર્ટફોનમાં સિમ કાર્ડ લગાવવાની જરૂર નહી પડે અને ના તો તમારે સિમ સ્લોટ ખોલવાની ઝંઝટ રહેશે. 


કઇ રીતે યૂઝર્સને મળે છે ઇ-સિમ
ઇ-સિમ પ્રાપ્ત કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે અને તેમાં થોડી મિનિટોનો જ સમય લાગે છે અને જેવી જ એપ્રૂવલ મળી જાય છે તમારા સ્માર્ટફોન પર ઇ-સિમ એક્ટિવ કરી દેવામાં આવે છે. ઇ-સિમ પણ તમે તમારી મનપસંદ ટેલિકોમ કંપનીનું સિલેક્ટ કરી શકો છો એવામાં તમારે કોઇ અલગ ચાર્જ ચૂકવવો નહી પડે બસ તમારે કંપનીનો એક રિચાર્જ પ્લાન એક્ટિવ કરવો પડશે અને બાકી કામ એ રીતે જ કરવાનું છે જે તમે ફિજિકલ સિમ સાથે કરો છો. તેનાથી સરળતા રહેશે અથવા ફોનનો સિમ સ્લોટ હટાવ્યા બાદ તેમાં થોડી સ્પેસ વધી જશે. જેનાથી બેટરીની ક્ષમતા સાથે ઘણા અન્ય ફીચર્સ પણ સ્માર્ટફોન કંપનીઓ દ્રારા ઓફર કરવામાં આવી શકે છે. જોકે આ સર્વિસ ભારતની દરેક સ્માર્ટફોન કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવી શકે છે. જોકે આ સર્વિસ ભારતના દરેક સ્માર્ટફોનમાં જોવા મળશે અને તેમાં હજુ થોડો સમય લાગશે.