દર વખતે મળશે ટ્રેનની Confirm Ticket, Booking કરતી વખતે પસંદ કરો આ વિકલ્પ
IRCTC: કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવા માટે જ્યારે તમે ટિકિટ બુક કરાવો ત્યારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. જો તમે આ રીતે બુકિંગ કરશો તો કન્ફર્મ ટિકિટ જલ્દી મળી જશે.
IRCTC: ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે જો મોડું થઈ જાય તો રિઝર્વેશન મળતું નથી. માંડ કરીને ટિકિટ કન્ફર્મ થઈ શકતી હોય છે. એટલા માટે જ આજે તમને એવી રીત જણાવીએ જેના દ્વારા તમે સરળતાથી ટિકિટ બુક કરી શકો છો અને દર વખતે તમને કન્ફર્મ ટિકિટ મળશે. કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવા માટે જ્યારે તમે ટિકિટ બુક કરાવો ત્યારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. જો તમે આ રીતે બુકિંગ કરશો તો કન્ફર્મ ટિકિટ જલ્દી મળી જશે.
આ પણ વાંચો:
ઘરમાં લગાડી દો 333 રૂપિયાનું ડિવાઈસ, પછી આખો દિવસ પણ ચાલશે AC તો પણ બીલ આવશે ઓછું
Vivoનો V27 Pro છે Super Cute ફોન : ડિઝાઇન જોઈને લોકો થયા ફિદા, ફિચર છે જબરદસ્ત
હાઈ સ્પીડ ઇન્ટરનેટ સાથે કરો બુકિંગ
જ્યારે પણ તમે ઓનલાઇન ટિકિટ બુક કરાવતા હોય તે પહેલા ઇન્ટરનેટની સ્પીડ ચેક કરી લેવી. ઝડપથી ટિકિટ બુક કરવી હોય તો ડિવાઇસમાં ઇન્ટરનેટ સ્પીડ સારી હોવી જરૂરી છે જો ઇન્ટરનેટ સ્લો હોય તો ટિકિટ બુક કરવામાં સમસ્યા આવી શકે છે.
સમયનું રાખો ધ્યાન
કન્ફર્મ ટિકિટ મેળવવી હોય તો તમારે ટાઈમ ટેબલ નું ખાસ ધ્યાન રાખવું પડે છે. એસીમાં તત્કાલ ટિકિટ બુક કરાવવાનો સમય 10:00 વાગ્યાનો હોય છે. તેથી 9.58 મિનિટ પર લોગીન કરી લેવું. સ્લીપર ક્લાસમાં કન્ફોર્મ ટિકિટ બુક કરાવવાનો સમય 11 હોય છે તેથી 10.58 મિનીટ પર લોગીન કરી લેવું.
આ પણ વાંચો:
Facebook પર કોણ કરે છે તમને સ્ટોક? આ રીતે એક ક્લિક પર લિસ્ટ આવશે સામે
માત્ર 1949 રૂપિયાનો નાનો કેમેરા, ઘરના દરેક ખૂણાનું ધ્યાન રાખશે, અંધારામાં પણ કરે કામ
માસ્ટર લીસ્ટ બનાવી લો
ટિકિટ બુક કરાવવા માટે પર્સનલ ડિટેલ્સ પણ માંગવામાં આવે છે. જેમાં આધાર કાર્ડ નંબર પણ એડ કરવાનો હોય છે. જો તમે ઓનલાઇન લોગીન કર્યા પછી આ બધી વિગતો ભરશો તો સમય ખૂબ જ લાગશે તેથી પહેલાથી જ એક માસ્ટર લિસ્ટ તૈયાર કરી લેવું જેમાં તમારી બધી જ ડીટેલ સેવ રાખવી. જેથી તમે સરળતાથી ડિટેલ્સને ઓટો ફીલ કરી શકો અને સમય બચે.
કેવી રીતે ડિટેલ્સ સેવ કરવી ?
IRCTC ની વેબસાઈટ પર માઈ પ્રોફાઈલ સેક્ટરમાં માસ્ટર લીસ્ટ બનાવી શકાય છે. જેમાં તમે નામ, ઉંમર, આઇડી કાર્ડ અને બર્થ પ્રેફરન્સ જેવી વસ્તુઓને ફીલ કરીને સેવ કરી શકો છો.
પેમેન્ટ કરવાની પડશે જરૂર
જ્યારે તમે બધી જ વિગતો એડ કરી દેશો તો ટિકિટ બુક કરતી વખતે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ માટે તમે યુપીઆઈ અથવા તો આઈઆરસીટીસી વોલેટનો ઉપયોગ કરી શકો છો. આ વિકલ્પ માટે પણ પહેલાથી જ તૈયાર રહો જેથી તમે ઝડપથી પૈસા ટ્રાન્સફર કરી શકો અને ટિકિટ બુક થઈ જાય.