3 મહિના માટે ફ્રીમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ, આ કંપનીની દમદાર ઓફર
બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એક્સાઇટેલ (Excitel)એ યૂઝર્સો માટે એક જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે, જેમાં યૂઝર કોઈ ચાર્જ વગર 3 મહિના માટે ફ્રીમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની મજા માણી શકે છે.
નવી દિલ્હીઃ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એક્સાઇટેલ (Excitel)એ યૂઝર્સો માટે એક જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે, જેમાં યૂઝર કોઈ ચાર્ચ વગર 3 મહિના માટે ફ્રીમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની મજા માણી શકે છે. પાછલા દિવસોમાં ધાંસૂ બ્રોડબેન્ડ પ્લાનની જાહેરાત કર્યા બાદ ફેસ્ટિવલ સીઝનમાં એક્સાઇટેલે યૂઝર્સની સામે વધુ એક ઓફર રાખી છે. આ ઓફરનું નામ FullpeHalfFree છે અને ઓફરનો લાભ તે ઉઠાવી શકે છે, જેણે એક્સાઇટેલ બ્રોડબેન્ડનો 6 મહિનાનો પ્લાન લીધો છે. એટલે કે જો તમે છ મહિના વાળો પ્લાન લીધો છે તો તમારે બાદના 3 મહિના કોઈ ચાર્જ આપવો પડશે નહીં. તમે છ મહિનાના પ્લાન પર 9 મહિના સુધી લાભ ઉઠાવી શકશો.
આ ઓફર તેવા લોકો માટે ખુબ લાભકારી છે, જે મંથલી પ્લાનની જગ્યાએ 6 મહિલા કે એક વર્ષનો પ્લાન કરાવે છે. આવા યૂઝરને ફાયદો જ ફાયદો છે. પરંતુ આ સુવિધાનો લાભ દરેક શહેરના લોકો નહીં મેળવી શકે. આવો તમને જણાવીએ કે ક્યા શહેરના લોકો એક્સાઇટેલની આ શાનદાર સર્વિસનો ફાયદો ઉઠાવી શકે છે અને તે માટે શું કરવું પડશે.
આ ટેલિકોમ કંપનીના ગ્રાહકોને મોટો ઝટકો, અનલિમિટેડ ફ્રી કોલિંગ બંધ
આ રીતે મળશે ફાયદો
એક્સાઇટેલના આ ધાંસૂ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાનો લાભ ઉઠાવનાર યૂઝરે કંપનીની વેબસાઇટ પર જવું પડશે અને પછી એક ફોર્મ ભરવુ પડશે, જેમાં આ ઓફરની સાથે નિયમ અને શરતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. યૂઝર પોતાની સુવિધા અને જરૂર પ્રમાણે 100 Mbps, 200 Mbps કે 300 Mbps વાળો પ્લાન લઈ શકે છે અને તે અનુસાર તેને 6 મહિના બાદ આગામી ત્રણ મહિના માટે કોઈ ચાર્જ આપવો પડશે નહીં.
એક્સાઇટેલની અન્ય ઓફર્સ
હાલ દિલ્હી-એનસીઆર, લખનઉ, ઝાંસી અને જયપુરના યૂઝર એક્સાઇટેલની આ ધાંસૂ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. આવનારા સમયમાં દેશના અન્ય શહેરમાં આ સેવાની શરૂઆત કરવામાં આવી શકે છે. પાછલા દિવસોમાં એક્સાઇટેલે 100 Mbps, 200 Mbps અને 300 Mbps વાળા મંથલી, 3 મહિના માટે, 4 મહિના માટે, 6 મહિના અને એક વર્ષના પ્લાનની જાહેરાત કરી હતી. જેમાં યૂઝરને ઘણો લાભ મળશે અને પૈસાની પણ બચત થશે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube