નવી દિલ્હીઃ આજકાલ ઈન્ટરનેટ આપણા મનોરંજનનો એક મોટો ભાગ બની ગયું છે. હવે આપણે ટીવી વગર ઓટીટી (Over-The-Top) પ્લેટફોર્મ દ્વારા પોતાના પસંદગીના વીડિયો, શો અને ફિલ્મોનો આનંદ લઈ શકીએ છીએ અને ઈન્ટરનેટ પેકેજ પણ ખુબ સ્પીડી થઈ ગયા છે. આ પેકેજમાં તમને  Netflix, Amazon Prime, અને Disney+ Hotstar જેવા ઓટીટી પ્લેટફોર્મ્સનું એક્સેસ પણ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે નપા પ્લાન્સ આવ્યા છે, જેમાં તમને ટીવી + ઓટીટી + હાઈસ્પીડ ઈન્ટરનેટ બધુ એક સાથે મળે છે. આ નવા પ્લાન્સ બ્રોડબેન્ડ કંપનીઓ લાવી છે, જે તમને મનોરંજન માટે દરેક વસ્તુ એક જગ્યા પર આપે છે. તમે બસ એક પેકેજની પસંદગી કરો અને મનોરંજનની મજા ઉઠાવો.


Excitel TV Plan: Excitel એ તાજેતરમાં એક નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 400 Mbps નું વાઈ-ફાઈ 21 OTT પ્લેટફોર્મ (જેમ કે Disney+ Hotstar અને Sony Liv), અને 550+ (જેમ કે Colors અને Star, Discovery)સામેલ છે. આ પ્લાનની કિંમત 734 રૂપિયાથી શરૂ થાય છે.


આ પણ વાંચોઃ ₹7000 થી ઓછી કિંમતમાં 6000mAh બેટરી, 50MP કેમેરા, 8GB રેમ, 1 માર્ચે લોન્ચ થશે ફોન


Jio Fiber પ્લાન: આ પ્લાનમાં તમને 100 Mbps ની સ્પીડ, 550+ લાઈવ ટીવી ચેનલ્સ અને 13  13 OTT એપ્સ (જેમ કે Disney+ Hotstar અને Sony Liv)નો આનંદ ઉઠાવવાની તક મળે છે અને  DTH સેવાઓ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ બધી સુવિધા માત્ર 899+GST પર ઉપલબ્ધ છે. 


Airtel Xstream Plan: Airtel ના બ્રોડબેન્ડ પ્લાનમાં પણ તમને આ સુવિધાઓ મળે છે. 200 Mbps સુધી ઈન્ટરનેટ સ્પીડ, 12 ઓટીટી એપ્સ અને 350 લાઇવ ટીવી ચેનલ, જે માત્ર 1099 + જીએસટીમાં ઉપલબ્ધ છે.