નવી દિલ્હી: રીબ્રાંડના પ્લાનિંગ હેઠળ ફેસબુક (Facebook) એ  કંપનીનું નામ બદલી નાખ્યું છે. ફેસબુકને હવે મેટા (Meta) નામથી ઓળખવામાં આવશે. ફેસબુકના ફોર્મર સિવિક ઇંટીગ્રિટી ચીફ, સમિધ ચક્રવતીએ આ નામની ભલામણ કરી હતી. meta.com હાલમાં meta.org પર રીડારેક્ટ કરે છે. જોકે ચેન જુકરબર્ગ ઇનિશિએટિવ (Chan Zuckerberg Initiative) હેઠળ ડેવલોપ એક બાયોમેડિકલ રિસર્ચ ડિસ્કવરી ટૂલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ફેસબુકનું પ્લાનિંગ?
મીડિયા રિપોર્ટસ અનુસાર ફેસબુકને મેટાવર્સ કંપની તરીકે રજૂ કરવાના પ્લાનિંગ હેઠળ રિબ્રાંડિંગ કરવામાં આવી રહ્યું છે. ફેસબુક પોતાની વર્ચુઅલ દુનિયા મેટાવર્સ માટે આ વર્ષે 10 બિલિયન ડોલર ઇન્વેસ્ટ કરી રહી છે. આ ફેસબુકનું વર્ચુઅલ અને ઓગમેંટ રિયલ્ટી (VR/AR) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક નવા વર્ચુઅલ એક્સપીરિએન્સનો તબક્કો છે. કંપની પોતાના ફેસબુક રિયલ્ટી લેબ્સ પર અરબો ડોલર ખર્ચ કરશે. જેને આ મેટાવર્સ ડિવીઝને  AR અને  VR હાર્ડવેર, સોફ્ટવેર અને કન્ટેન્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.  


શું છે મેટાવર્સ?
ફેસબુકએ ગત મહિને સૌથી પહેલાં પોતાના મેટાવર્સ (Facebook metaverse) બનાવવાની યોજના બનાવી હતી. મેટાવર્સ શબદનો ઉપયોગ ડિજિટલ દુનિયામાં વર્ચુઅલ, ઇંટરેક્ટિવ સ્પેસને સમજવા માટે કરવામાં આવે છે. મેટાવર્સ જોકે એક વર્ચુઅલ દુનિયા છે. જ્યા6 એક આદમી ફિજિકલ હાજર ન રહેતાં પણ હાજર રહી શકે છે. તેના માટે વર્ચુઅલ રિયલ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે.  


10 હજાર લોકોને આપશે નોકરી
ફેસબુકે આ મહિનાની શરૂઆતમાં સોશિયલ નેટવર્કને મેટાવર્સ બનાવવામાં મદદ કરવા માટે 10,000 લોકોને કામ પર રાખવાની જાહેરાત કરી. આ નવા મેટાવર્સમાં ફેસબુક વર્ચુઅલ એન્ડ ઓગમેંટેડ રિયલ્ટી (VR/AR) નો ઉપયોગ કરવા માટે એક નવ વર્ચુઅલ એક્સપીરિયન્સનો એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube