નવી દિલ્હી: ફેસબુકની આ વર્ષે ડેટા લીક મામલે સતત આલોચના કરવામાં આવી અને મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગને માફી પણ માંગવી પડી હતી. હવે ફરી એક વાર ફેસબુક યુઝર્સનો ડેટા ફરી એક વાર મુશ્કેલીમાં આવી ગયો છે. ખરેખર, ફેસબુકમાં એક ભૂલ આવી ગઇ છે. જેના કરાણે 68 લાખ ફેસબુક યુઝર્સનો પ્રાઇવેટ ફોટો એક્સેસ કરવામાં આવ્યો છે. ફેસબુકે આ ભૂલને કારણે માફી માંગી છે. જેથી યુઝર્સની એવી તસવીર પણ સામે આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

68 લાખ ફેસબુક યુઝર્સ થશે પ્રભાવિત 
આ ભૂલના કારણે આશરે 1500 થર્ડ પાર્ટી એપ્લીકેશનને કારણે 13 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરની વચ્ચે 68 લાખ ફેસબુક યુઝર્સના પ્રાઇવેટ ફોટોને એક્સેસ કરી દીધા છે.આ ભૂલને થર્ડ પાર્ટી એપ્લીકેશન્સ દ્વારા 12 દિવસમાં 68 લાખ લોકોના એકાઉન્ટને પ્રભાવિત કર્યા છે. ફેસબુકે પણ માફી માગી તેના બ્લોગમાં કહ્યું કે થર્ડ પાર્ટી એપના ઉપભોક્તાઓના ફોટો સુધી પહોચવાની અનુમતી આપવા 13 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બરની વચ્ચે થઇ હતી. આ કેસમાં બગના ડેવલોપર્સને આવા ફોટા સધી પહોંચવા માટે અનુમતી આપી હતી.


વધુમાં વાંચો...કરોડો યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે એકદમ સરળતાથી પોર્ટ કરી શકશો મોબાઇલ નંબર


ફેસબુકે માફી માંગી, જલ્દી લાવશે ટૂલ 
ફેસબુકના એન્જુનીયર ડાયરેક્ટર ટૉમર બારે તેના બ્લોગમાં જણાવ્યું કે ફેસબુક યુઝર્સ કોઇ થર્ડ પાર્ટી એપને એક્સેસ આપે છે. તો આવી એપના યુઝર્સની ટાઇમલાઇન પર શેર કરી અને ફોટો સુધી પહોંચવા માટે અનુમતી મળી હતી. પરંતુ આ વખતેની થર્ડ પાર્ટી એપ્સને તે લોકોની તસવીર સુધી પહોંચવા માટે એક્સેસ મળી જાય છે. જે યુઝર્સે માર્કેટ પ્લેસ પર તેમના ફેસબુક સ્ટોરીઝ પર શેર કરી છે. આ સાથે જ થર્ડ પાર્ટી એપ્સને તે તસવીરો સુધી પહોંચવા માટે એક્સેસ મળી જાય છે. જે યુઝર્સ દ્વારા પોસ્ટ પણ કરવામાં આવ્યો નથી.