નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના યૂઝરો માટે મહત્વના સમાચાર છે. ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને  વોટ્સએપ વિશ્વભરમાં ઠપ થઈ ગયા છે. તેવામાં જો તમારૂ ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી તો ચિંતાનો કોઈ વાત નથી. ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ખુલી રહ્યાં નથી, ભલે તમે મોબાઇલથી ઉપયોગ કરો કે કમ્પ્યૂટર પર. ફેસબુક.કોમ ખુલી રહ્યું નથી અને વોટ્સએપ પર મેસેજ જઈ કે આવી રહ્યાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશરે એક મહિના પહેલા પણ ફેસબુક ડાઉન થઈ ગયું હતું. આ દરમિયાન કલાકો સુધી ઠપ રહ્યું હતું. કંઇપણ એક્સેસ થઈ રહ્યું નથી. લોકો ટ્વીટ કરીને પોતાની સમસ્યાઓને સામે રાખી રહ્યાં છે. #WhatsAppDown #FacebookDown #InstagramDown ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે. તેને યોગ્ય થવામાં કેટલો સમય લાગશે તેને લઈને હાલમાં કોઈ જાણકારી નથી. 


ગત વર્ષે માર્ચ મહિનામાં ફેસબુક ડાઉન થયું હતું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે, સાઇબર એટેકને કારણે આમ થયું છે. પરંતુ ફેસબુકે સાઇબર એટેક જેવી કોઈપણ ઘટનાને નકારી હતી. વિશ્વ ભરમાં ફેસબુકના આશરે 227 કરોડ યૂઝર છે. તેમાંથી 10 ટકા એટલે કે 22 કરોડ ભારતમાં છે.