FB પર તને કેટલી લાઈક મળી? હવે એવું નહીં સાંભળવા મળે! હવે Facebook પરથી ગાયબ થઈ જશે Like બટન!
Facebook પર થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, FB પેજ પર હવે નહીં દેખાઈ Like બટન, બદલી જશે ઉપયોગ કરવાનો અંદાજ.
નવી દિલ્હીઃ ફેસબુક દુનિયાભરમાં સૌથી મોટું અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. કંપની એ વાત પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે કે કેવી રીતે પ્લેટફોર્મને વધુ ઉપયોગકર્તાના અનુકૂળ અને સમજવામાં સરળ બનાવી શકાય. ભારતીય યુઝર્સ માટે નવી રિડિઝાઈન વચ્ચે, ફેસબુક પેજે દેશમાં યુઝર્સ માટે લાઈક બટન હટાવી દીધું છે. અને કોઈ પણ પેજના ફોલોઅર્સ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ઓછું કર્યું છે. ફેસબુક પેજનું રિડિઝાઈન આ વર્ષે જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. અને હવે તેને ભારતમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.
આવું દેખાશે ફેસબુક-
ફેસબુક પેજની નવી ડિઝાઈન અને યુઝર ઈન્ટરફેસ મુજબ, લેઆઉટને સરળ બનાવાયું છે. જેમાં એક સમર્પિત ન્યૂઝ ફીડ સેક્શન પણ હશે, જે યુઝર્સને વાતચીતમાં સામેલ કરવા , રુઝાનનું પાલન કરવા, સાથીઓ સાથે વાત કરવા અને પ્રશંસકો સાથે જોડાવા પરવાનગી આપશે.
શું કહ્યું ફેસબુકે?
ફેસબુકે પોતાના નિવેદનમાં કહ્યું રે આનાથી રૂઝાનનું પાલન કરાવવું, સાથીઓ સાથે વાતચીત કરવા અને પ્રશંસકો સાથે જોડાવવા સરળ બનશે. સમર્પિત સમાચાર ફીડ અન્ય સાર્વજનિક હસ્તિઓ, પેજ, ગ્રુપ્સ અને ટ્રેડિંગ કન્ટેન્ટ જેવા નવા કનેક્શનોનું પણ સૂચના આપશે. જે એક પેજ અથવા સાર્વજનિક વ્યક્તિની ચિંતા કરે છે.
ઘણું સુરક્ષિત હશે નવી ડિઝાઈન-
ફેસબુક પેજની નવી ડિઝાઈન વધુ સુરક્ષા સાથે આવશે, જે પહેલાની સરખામણીમાં અભદ્ર ભાષા, હિંસા, યૌન અથવા સ્પેમયુક્ત સામગ્રી અને પ્રતિરૂપણ જેવી પ્રતિબંધિત ગતિવિધિની માહિતી કાઢવામાં સક્ષમ છે. મળતી માહિતી મુજબ ઓથેન્ટિસિટી બનાવી રાખવા માટે એક પેજ પર વેરિફાઈડ બેજની દ્રશ્યતા પણ વધારી દેવામાં આવી છે.
અહીં લગ્નમાં પૈસા લઈને જીજાની સાળી બને છે છોકરીઓ! પછી વરરાજા સાથે કરે છે આ કામ..
Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube