નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે થોડા સમય પહેલા તેમના કરોડો યુઝર્સ માટે એક નવું ફિચર શરૂ કર્યું છે. લગભગ 4 મહિના પહેલા ફેસબુકે તેની જાહેરાત કરી હતી કે તેઓ ટુંક સમયમાં યૂઝર્સે સોશિયલ સાઇટ પર વિતાવેલા સમયને ટ્રેક કરવા માટે ફિચર લઇને આવશે. તો હવે આ ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટૂલને 'Your Time on Facebook' નામ આપવામાં આવ્યું છે. તેની મદદથી તમે જાણી શકો છો કે તમે સોશિયલ મીડિયા સાઇટ પર કેટલો સમય વિતાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇઓએસ પ્લેટફોર્મ પર કરી શકો છે એક્સેસ
મીડિયા રિપોર્ટર્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ આ નવુ ફિચર બધા યૂઝર્સ માટે શરૂ કર્યું છે. અત્યારે આ ફિચરને તમે આઇઓએસ પ્લેટફોર્મ પર જોઇ શકો છો. જો તમે પણ તે જાણવા માંગો છો કે અઠવાડિયામાં તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલો સમય વિતાવ્યો છે. તો તેના માટે સૌથી પહેલા ફેસબુક સાઇટ અથવા એપમાં લોગઇન કરો. ત્યારબાદ તમે સેટિંગ અને પ્રાઇવેસી પર ક્લિક કરો. ત્યાં તેમને 'Your Time on Facebook' નામનું એક ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરી દો. ક્લિક કરવા પર તમારી સામે તે જાણાકી હશે કે તેમે કેટલો સમય સોશિયલ સાઇટ પર વિતવ્યો છે.


સમગ્ર અઠવાડિયાના હિસાબની મળશે જાણકારી
આ સંપૂર્ણ જાણકારી દિવસના હિસાબથી તમને મળશે. ઉદાહરણ માટે તમે સોમવારે 25 મિનિટનો સમય ફેસબુકને આપ્યો છે. ત્યારે મંગળવ વારે આ સમય વધીને 40 મિનિટ થઇ ગોય છે. આ રિતે તમે જૂદા-જુદા દિવસે હિસાબને પૂરા અઠવાડિયામાં આ જાણી શકશો કે તમે કુલ કેટલો સમય ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર વિતાવ્યો છે. જો તમે ફેસબુકની લત છે અને તમે નક્કી કરેલી લિમીટી વધારે ફેસબુક યુઝ કરી રહ્યા છો તો એક લિમિટ પણ સેટ કરી શકો છો. નક્કી લિમિટની પાસે પહોંચવા પર તમારી પાસ એક નોટિફિકેશન આવી જશે.


ઇન્સ્ટાગ્રામ પર પણ શરૂ કરવામાં આવ્યું ફિચર
તમને જણાવી દઇએ કે ફેસબુકની જેમ આગસ્ટમાં આ વિશે જાહેરાત કરવામાં આવી હતી. સોશિયલ સાઇટની તરફથી કહેવામાં આવ્યું હતું કે ટુંક સમયમાં નવું ફિચર યુઝર્સને તેમના ટાઇમ મેનેજ કરવામાં મદદ કરશે. કંપનીની તરફથી આ પણ કહેવામાં આવ્યું હતું કે ટાઇમ ટ્રેકિંગ ફિચર ગાર્ડિયન અને યુવાઓ વચ્ચે પણ સંવાદ સ્થાપીત કરવામાં મદદ કરશે. ફેસબુકે નવું શરૂ કરેલા ફિચરમાં તમને બીજા વધારે ઓપ્શન પણ મળશે. આ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પણ કેટલા દિવસ પહેલા આ ફિચરને શરૂ કરવામાં આવ્યું છે અને જેનું નામ યોર એક્ટિવિટિ છે.


ટેકનોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...