નવી દિલ્હી: દુનિયાભરમાં 3.14 અરબ ઉપયોગકર્તાઓ (યૂઝર્સ) દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલી એપ્સને પોતાના પરિવારને એકીકૃત કરવા માટે આગામી ચરણમાં Facebookએ વેબ પર Messenger Roomsને WhatsAppની સાથે એકીકૃત કર્યું છે. એટલે કે વોટ્સએપ વેબ પર મેસેન્જર રૂમ્સ શોર્ટકટ હવે તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો હવે મેસેન્જર રૂમ્સ સુધી પહોંચી એક્સેસ કરી શકે છે, જો ડેસ્કટોપ પર વોટ્સએપના માધ્યમથી સમય મર્યાદા વગર 50 લોકોના ગ્રુપમાં વીડિયો કોલની મંજૂરી આપે છે. આ યૂઝર્સને તેમના પીસી અને લેપટોપથી મેસેન્જર રૂમના માધ્યમથી તેમના મિત્રો અને પરિવાર સાથે જોડાવવા સક્ષમ કરશે.


આ પણ વાંચો:- કોઇપણ કાર-બાઇક ખરીદો, હવે બચશે હજારો રૂપિયા, આજથી લાગૂ થઇ ફાયદાની સ્કીમ


જો કે, આ ફીચર મોબાઇલ પર નથી, પરંતુ વોટ્સએપના વેબ સંસ્કરણ પર જ ઉપલબ્ધ છે. મેસેન્જર રૂમનું એકીકરણ મોબાઇલ પર આવવાનું હજુ બાકી છે.


જો કે, વેબ માટે વોટ્સએપ પર આવતા મેસેન્જર રૂમ પર કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ કોઇ ઉપયોગકર્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની સૂચના આપી છે. ફેસબુકે ઝૂમ અને અન્ય વીડિયો પ્લેટફોર્મને ટક્કર આપવા માટે મેમાં વીડિયો કોન્ફ્રેસિંગ ટૂલ મેસેન્જર રૂમ લોન્ચ કર્યું હતું.


આ પણ વાંચો:- Auto Delete થઇ જશે Whatsapp પર આવેલા મેસેજ, જાણો આ આગામી ફીચર વિશે


ફેસબુક મેસેન્જર રૂમમાં યૂઝર્સ તેના ન્યૂઝ ફીડમાં અથવા ગ્રુપ અથવા ઇવેન્ટ પેજમાં લિંક પોસ્ટ કરી શકે છે. તેની ખાસીયત આ છે કે, યૂઝર્સ મેસેન્જર રૂમ બનાવી શકે છે અને બીજાને વગર વોટ્સએપ એકાઉન્ટને પણ આમંત્રિત કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube