કોઇપણ કાર-બાઇક ખરીદો, હવે બચશે હજારો રૂપિયા, આજથી લાગૂ થઇ ફાયદાની સ્કીમ

હવે કાર (Car) અને બાઇક (Bike) ખરીદવી સસ્તી થઇ ગઇ છે. 1 ઓગસ્ટથી કાર અથવા બાકિક સાથે Long term third party insurance લેવો નહી પડે. આઇઆરડીએઆઇએ કાર-બાઇકના વિમા સાથે જોડાયેલા નિયમમાં જે ફેરફાર કર્યો છે. 

Updated By: Aug 1, 2020, 07:15 PM IST
કોઇપણ કાર-બાઇક ખરીદો, હવે બચશે હજારો રૂપિયા, આજથી લાગૂ થઇ ફાયદાની સ્કીમ

નવી દિલ્હી: હવે કાર (Car) અને બાઇક (Bike) ખરીદવી સસ્તી થઇ ગઇ છે. 1 ઓગસ્ટથી કાર અથવા બાકિક સાથે Long term third party insurance લેવો નહી પડે. આઇઆરડીએઆઇએ કાર-બાઇકના વિમા સાથે જોડાયેલા નિયમમાં જે ફેરફાર કર્યો છે, તે આજથી લાગૂ થઇ ગયો છે. IRDAI એ Coronavirus mahamari માં આ નિર્ણય લઇને મોટી રાહત આપી છે. તમને જણાવી દઇએ કે 2018માં IRDAI એ નવી કાર માટે 3 વર્ષનો થર્ડ પાર્ટી વિમા (Third party insurance) અને દ્વિચક્રી વાહનો માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વિમો જરૂરી કરી દીધો હતો. 

ઇરડાના નવા નોટિફિકેશનમાં 1 ઓગસ્ટ 2020થી નવા ફોર વ્હીલર અને ટુ વ્હિલર માટે થર્ડ પાર્ટી અને Own damage વીમો, જે 3 થી 5 વર્ષ માટે લેવાનો હોય છે, તેની જરૂર નથી. Long term નો અર્થ ટુ વ્હીલર વાહનો માટે 5 વર્ષ અને 4 વ્હીલર માટે 3 વર્ષનો થર્ડ પાર્ટી વિમો છે. IRDAI ના કહેવા પર વીમા કંપનીઓએ લોન્ગ ટર્મ પેકેજવાળા પ્લાન રજૂ કર્યા હતા જેમાં થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ કવર મળતું હતું. 

કોઇપણ રોડ અકસ્માતની સ્થિતિમાં મોટર ઇંશ્યોરન્સ પોલીસી બે પ્રકારે કવર થાય છે. થર્ડ પાર્ટી કવર (Third party cover) અને ઓન ડેમેજ કવર (Own damage cover). મોટર વ્હીકલ એક્ટ હેઠળ તમામ વાહન માલિકોને થર્ડ પાર્ટી વિમો લેવો જરૂરી છે.  

સારા સમાચાર એ પણ છે કે દર વર્ષે 20 તકા સુધી વધનાર થર્ડ પાર્ટી મોટર ઇંશ્યોરન્સ (Third Party Insurance) માં આ વર્ષે થોડા કેટલાક મહિના સુધી પ્રીમિયમ (Third Party Insurance Premium)માં વધારો થશે નહી. લોકડાઉન (Lockdown) માં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા લોકો અને ઓટો કંપનીઓ તેને મોટી રાહત મળશે. 

સૂત્રોના અનુસાર આ વખતે થર્ડ પાર્ટી ઇંશ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થશે નહી. ફાઇનાન્શિયલ વર્ષ 2020-21 માટે થર્ડ પાર્ટી પ્રીમિયમના દરમાં 10 થી 20 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પ્રીમિયમમાં વધારો હોલ્ડ કર્યા બાદ પહેલી છમાસિક પ્રીમિયમ વધશે નહી. સામાન્ય રીતે થર્ડ પાર્ટી ઇંશ્યોરન્સ પ્રીમિયમમાં દર વર્ષની માફક લગભગ 10થી 30 ટકાનો ફેરફાર થાય છે. 

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube