નવી દિલ્હીઃ આપણા દેશમાં ફેસબુક યૂઝરોની સંખ્યા 24 કરોડથી વધુ છે. તો ઇન્સ્ટાગ્રામ યૂઝરોની સંખ્યા પણ 7.5 કરોડની આસપાસ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ઝડપથી આવી રહ્યાં છે. મોટા ભાગના યૂઝરોનું સપનું હોય છે કે તેને વધુમાં વધુ લાઇક્સ અને કોમેન્ટ મળે. પરંતુ તેવા યૂઝરોની સંખ્યા પણ ઓછી નથી જે આ મામલામાં પ્રાઇવસી ઈચ્છે છે. આ યૂઝરોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખતા ફેસબુક એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે, આ ફીચરને લોન્ચ કર્યા બાદ યૂઝરોની પાસે તે સુવિધા હશે કે તે પોતાના પોસ્ટ પર લાઇક કાઉન્ટને છુપાવી શકે છે. કોઈ પોસ્ટ કે ફોટોને કેટલી લાઇક્સ મળી છે, તેને તે જોઈ શકે છે, પરંતુ બીજા યૂઝરો જોઈ શકશે નહીં. તમારી ટાઇમલાઇનના કાઉન્ટ બીજા યૂઝરો માટે બંધ થશે. હાલમાં ફેસબુક તરફથી કહેવામાં આવ્યું છે કે તેને લઈને ટેસ્ટ ચાલી રહ્યો છે. હાલમાં આ ફીચરને સામેલ કરવાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 


આ પહેલા ઇન્સ્ટાગ્રામ આ ફીચરને સામેલ કરી ચુક્યું છે. હાલમાં 6 દેશોમાં આ ફીચર કામ કરી રહ્યું છે. આ ફીચરને લઈને કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે લાઇક્સ કાઉન્ટ ન જોવાથી યૂઝરો પર કોઈ પણ પ્રકારનો માનસિક દબાવ હોતો નથી. ઘણા યૂઝરો ઓછી લાઇક્સ આવવા પર માનસિક દબાવનો અનુભવ કરે છે. તેની સુવિધાને ધ્યાનમાં રાખતા આ ફીચરને સામેલ કરવામાં આવ્યું છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર