Facebookનું આ નવું ફીચર તમારો ડેટા ચોરી થતો બચાવી શકે છે
કેમ્બ્રિઝ એનાલિટિકાના કેસમાં ફેસબુકે તે કહ્યું હતું કે, ટેડા લીક ફેસબુકથી નહીં પરંતુ થર્ડ પાર્ટી એપથી થયો છે. આ પ્રકારની થર્ડ પાર્ટી એપ માટે નવું ફીચર છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપની ફેસબુક થર્ડ પાર્ટી એપ એક્સેસ અને તેની સાથે જોડાયેલી પ્રાઇવેસી પોલિસીની લઈને ઘણીવાર વિવાદોમાં રહી છે. તેને ઠીક કરવાને લઈને કંપનીએ ઘણા પ્રકારના પગલાં ભર્યા છે, પરંતુ હજુપણ તે સંપૂર્ણ રીતે ખાતરી નથી કે થર્ડ પાર્ટી એપથી તમારો ફેસબુક ડેટા સુરક્ષિત છે.
ફેસબુક એક નવું ફીચર લઈને આવ્યું છે જે થર્ડ પાર્ટી એપ્સ એક્સેસ અને લોગઇનને લઈને છે. આ ફીચર લોગ ઇન નોટિફિકેશનનું છે. એટલે કે ફેસબુક ક્રેડેન્શિયલથી જો તમે કોઈ થર્ડ પાર્ટી એપ્સમાં લોગ ઈન કરો છો તો ફેસબુક તમને નોટિફિકેશન મોકલીને જાણકારી આપશે.
આ લોગ ઇન નોટિફિકેશન તમને ઈ-મેલના માધ્યમથી પણ મોકલી શકાય છે. આ નોટિફિકેશનમાં તે પણ લખેલું હશે કે ક્યાં પ્રકારની જાણકારીઓ થર્ડ પાર્ટી એપની સાથે શેર કરવામાં આવી રહી છે. તેનાથી યૂઝરને ઘણો ફાયદો થશે.
આ નોટિફિકેશનની સાથે તમને એક બટન જોવા મળશે ત્યાંથી તમે એક્સેસને રિવોક પણ કરી શકો છો. આ નોટિફિકેશન પર ક્લિક કરીને તમે તે થર્ડ પાર્ટી એસથી પોતાના ફેસબુકનું ક્રેડેન્શિયલ રિવોક કરી શકો છો.
ટાટા અલ્ટ્રોઝને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ, 22 જાન્યુઆરીને થશે લોન્ચ
નોટિફિકેશન મળ્યું નથી, પરંતુ તેમ છતાં તમારે તે જાણવું છે કે તમે તમારા ફેસબુક ક્રેડેન્શિયલ દ્વારા કઈ થર્ડ પાર્ટી એપ્સને એક્સેસ કરી છે તો તમે ફેસબુક સેટિંગ્સમાં જઈને પ્રાઇવેસી ચેકઅપ સિલેક્ટ કરીને જાણી શકો છો, જો તમે રિવોક ઈચ્છો છો તો તે પણ અહીંથી સંભવ છે.
સામાન્ય રીતે ઘણી એપ્સ કે વેબસાઇટ ફેસબુકના માધ્યમથી લોગઈન કરવાનો વિકલ્પ આપે છે. જ્યારે તમે તેને એક્સેસ આપો છો તો તમારા ફેસબુકનો ડેટા તેને આપવામાં આવે છે. આ સ્થિતિમાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે તમે ક્યાં પ્રકારની જાણકારી થર્ડ પાર્ટી એપ્સની સાથે શેર કરી રહ્યાં છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube