નવી દિલ્હી: ભારતીય સમય મુજબ રાતે લગભગ સવા નવ વાગ્યાની આસપાસ સમગ્ર વિશ્વમાં ફેસબુક, વોટ્સએપ, અને ઈન્સ્ટાગ્રામે સર્વર ડાઉન થવાના કારણે કામ કરવાનું બંધ કરી દીધુ હતું. ટેક્નિકલ ખામીના કારણે લોકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અનેક કંપનીઓના કામકાજ અટકી પડ્યા. સોશિયલ મીડિયા ઉપર પણ #WhatsAppDown અને #FacebookDown ટ્રેન્ડ થવા લાગ્યા. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ 6 કલાક જેટલું બંધ રહ્યા બાદ ભારતીય સમય મુજબ 3.24 વાગે ફરીથી શરૂ થયા. એ જ રીતે વોટ્સએપ 7 કલાક જેટલું બંદ રહ્યા બાદ ભારતીય સમય મુજબ 4.19 વાગે ફરીથી શરૂ થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ત્રણેય એક સાથે બંધ થયા
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, અને વોટ્સએપ ત્રણેય પર ફેસબુકનું જ સ્વામિત્વ છે. આથી ત્રણેયના સર્વર પણ એકબીજા સાથે જોડાયેલા છે. જેના કારણે થોડા ઘણા ફેરફાર પણ ત્રણેયને પ્રભાવિત કરે છે. જો કે આ મહાઅડચણ ફેસબુકના સર્વરમાં કયા કારણે આવી તેનું કારણ હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. 


DNS ફેલ થવાના કારણે સર્વર થયું ડાઉન
ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના આ પ્રકારે બંધ થવાનું કારણ ફેસબુકનું DNS એટલે કે Domain Name System ફેલ થવું હતું. DNS ફેલ થવાના કારણે ફેસબુક  સુધી પહોંચવા માટેનો તેમના યૂઝર્સનો ઈન્ટરનેટ 'રૂટ' ખોરવાયો હતો. કારણ કે DNS કોઈ પણ વેબસાઈટને આઈપી એડ્રસમાં ટ્રાન્સલેટ કરીને યૂઝરને તે પેજ પર પહોંચાડે છે જેને તે ખોલવા માંગે છે. 


કેમ ફેલ થયું ફેસબુકનું DNS?
ફેસબુકના DNS ના ફેલ થવા પર વિશેષજ્ઞોનું માનવું છે કે પ્રથમ  દ્રષ્ટિએ એવું લાગે છે કે ફેસબુકના તમામ BGP (Border Gateway Protocol) અટકી ગયા હતા, જેના કારણે DNS ફેલ થયું અને સમગ્ર દુનિયાના ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના યૂઝર્સ ફેસબુક પેજથી દૂર થયા. BGP રૂટના સહારે જ DNS કામ કરે છે. જો કે BGP  ના અટકી જવાના કારણો વિશે હજુ સુધી અધિકૃત રીતે કોઈ માહિતી મળી નથી. 


Facebook Services Resumed: 6 કલાકની જદ્દોજહેમત બાદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ફરી શરૂ, જાણો શું કહ્યું માર્ક ઝુકરબર્ગે?


ફેસબુકના અધિકારીઓના થયા બેહાલ
ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર આવેલા આ મહાઅડચણે તે સમયે ફેસબુકના અધિકારીઓને બેહાલ કરી નાખ્યા હતા જ્યારે તેમના ઓફિસની અધિકૃત મેલ સિસ્ટમ અને કર્મચારીઓના એક્સે કાર્ડ સુદ્ધાએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. મહાઅડચણની ઘડીમાં જ ફેસબુકના મુખ્ય ટેક્નિકલ અધિકારી માઈક સ્કરોપફેરે લોકોની આ અડચણ બદલ માફી માંગી અને લોકોને ખાતરી આપી કે તેમની ટીમ જલદી આ પરેશાનીને ઠીક કરવાની કોશિશમાં છે. 


લોક તોડીને સર્વર રૂમમાં ગઈ ટીમ
આંતરિક મેલ સિસ્ટમ ફેલ થયા બાદ કર્મચારીઓના એક્સેસ કાર્ડ સુદ્ધા ચાલતા ન હતા ત્યારે ફેસબુકે પોતાની એક ટીમ કેલિફોર્નિયાના સેન્ટા ક્લારા ડેટા સેન્ટર મોકલી. જેથી કરીને બંધ પડેલા સર્વર્સને મેન્યુઅલી રિસેક્ટ કરી શકાય અને ચીજો સારી થઈ શકે પરંતુ ત્યાં પણ એક્સેસ કાર્ડ ન ચાલવાના કારણે સર્વર ઠીક કરવા  ગયેલી ટીમે લોક તોડવા  પડ્યા અને સર્વર રૂમમાં ગઈ. કારણ કે સર્વર ઠીક કરવા માટે તેમણે સર્વરનું ફિઝિકલ એક્સેસ લેવું જરૂરી હતું. 


ફેસબુકને કરોડોનું નુકસાન
સોમવારે રાતે વિશ્વની સૌથી મોટી નેવર્કિંગ સાઈટ ફેસબુકનું સર્વર લગભગ 6 કલાક સુધી ડાઉન રહ્યું. તેનાથી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડ્યું. ત્યારબાદ તેઓ અબજોપતિઓની યાદીમાં એક ડગલું નીચે સરકી ગયા. 


માર્ક ઝુકરબર્ગ અબજોપતિની યાદીઓની નીચે સરક્યા
ફેસબુકનું સર્વર ડાઉન થયા બાદ અમરિકી શેર બજારોમાં ફેસબુકના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો. એક જ દિવસમાં તેના શેર 5 ટકા ઘટી ગયા. મધ્ય સપ્ટેમ્બરથી તે અત્યાર સુધીમાં 15 ટકા ઘટી ચૂક્યા છે. Bloomberg Billionaires Index મુજબ ફેસબુકને થયેલા નુકસાનના કારણે માર્ક ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 120.9 બિલિયન ડોલર રહી ગઈ. ત્યારબાદ તેઓ બિલ ગેટ્સથી નીચે 5માં નંબરે પહોંચી ગયા છે. ઝુકરબર્ગ આ અગાઉ યાદીમાં ચોથા સ્થાને હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં તેમની નેટવર્થમાં 19 બિલિયન ડોલરનો ઘટાડો  થયો છે. 


ઝુકરબર્ગે માંગી માફી
સોશિયલ મીડિયા પ્લેફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ સમગ્ર મામલે કહ્યું કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર ફરીથી ઓનલાઈન થઈ ગયા છે. અડચણ બદલ ખેદ છે. મને ખબર છે કે જે લોકોની તમે કેર કરો છો, તેમની સાથે જોડાયેલા રહેવા માટે તમને અમારી સર્વિસ પર કેટલો ભરોસો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube