નવી દિલ્હી: હાલમાં ડેટા પ્રાઈવેસીને લઇને ઘણા ફેરફાર થઈ રહ્યા છે. જ્યારથી WhatsApp એ તેની નવી Privacy Policy ને લાગુ કરવાની જાહેરાત કરી છે, લોકો ડરી રહ્યા છે. સાથે જ તમારો ડેટા Facebook ની સાથે શેર કરવાને લઇને ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે. હવે યૂઝર્સ Facebook દ્વારા લેવામાં આવી રહેલા ડેટાને લઇને પણ સતર્ક થઈ ગયા છે. જાણો કેવી રીતે તમે તમારું લોકેશન અને Contact List ના ડેટા Facebook થી બચાવી શકો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Facebook માં હાલના ડેટાનો થયો છે દુરૂપયોગ
તમને યાદ હશે કે પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donalt Trump) જીતમાં ફેસબુક યૂઝર્સના ડેટાનો ઘણો ઉપોયગ કરવામાં આવ્યો હતો. Cambridge Analytica પ્રકરણમાં ફેસબુક યૂઝર્સના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- સસ્તા બજેટમાં સ્માર્ટફોન લેવો છે, તો આ રહ્યાં બેસ્ટ ઓપ્શન


Off-Facebook activity-tracking feature થી પરેશાન
તમને ક્યારે નોટિસ નહીં કર્યું હોય, પરંતુ તમારા મોબાઇલ ફોનમાં Off-Facebook activity-tracking feature એક્ટિવ છે. તેની મદદથી ફેસબુક તમારા મોબાઇલ ફોનમાં રહેતી વેબસાઈટો અને અન્ય એપ્સ પર નિગરાણી રાખે છે.


કયો ડેટા લે છે ફેસબુક
ફેસબુક તમારા મોબાઇલ ફોન અને ડેસ્કટોપના કેટલાક મહત્વપૂર્ણ ડેટા લે છે. બીજી એપ્સમાંથી ખરીદી કરવામાં આવાત સામાનની જાણકારી, કાર્ટમાં રાખેલી વસ્તુ અને સર્ચ કરવામાં આવેલી વસ્તુનો ડેટા લેવામાં આવે છે. આ ઉપરાંત તમારા Contacts, જાહેરાત અને લોકેશન સુધીનો ડેટા લેવામાં આવે છે. ફેસબુકને તમારા ઘરનું Address ખબર હોય છે.


આ પણ વાંચો:- 11 વર્ષના બાળકે માતા પિતાના પાડ્યા અશ્લીલ ફોટા, YouTube પરથી શીખ્યો Hacking અને પછી...


Online Tracking ને રોકવાની રીત
સૌથી પહેલા Facebook એપ કોલો, હવે ત્યા Option Menu માં જાઓ. ત્યાં Settings and Privacy ઓપ્શન પર ક્લિક કરો. હવે Permissions ટેબ ઓપન કરો. ત્યાં Refuse permissions for all settings ને સિલેક્ટ કરો.


તમારી ટ્રેકિંગ ને રોકવાની રીત
તમારી ફેસબુક એપ્લિકેશનના સેટિંગમાં hamburger આઇકોન પર ક્લિક કરો. ત્યાં Settings and Privacy ઓપ્શન ઓપન કરો. હવે ત્યાં off-Facebook પર ટેપ કરો. આ ઉપરાંત Clear History ને પણ સિલેક્ટ કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube