Premium Smartphone એ પણ માત્ર 20 હજારના Budget માં, આ રહ્યાં TOP-5 Phone

આજકાલ લોકોને ઓછા ભાવમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું મન થતું હોય છે. પરંતુ રોજ નવા સ્માર્ટફોન લોન્ચ થતા હોવાને કારણે લોકો પણ કન્ફ્યુઝ્ડ થઈ જાય કે આખરે કયો ફોન લેવો. અહીં અમે તમને ટોપ 5 ફોન વિશે જણાવીશું, જે છે તમારા બજેટમાં અને તેમા છે દરેક પ્રીમિયમ સ્માર્ટફોનની ખાસિયત.

Premium Smartphone એ પણ માત્ર 20 હજારના Budget માં, આ રહ્યાં TOP-5 Phone

ઝી બ્યૂરો, અમદાવાદઃ માર્કેટમાં ભલે અનેક નવા પ્રીમિયમ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે, પરંતુ બજેટ સ્માર્ટફોનની માગ હંમેશા વધુ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બજેટ અને પ્રીમિયમ સ્માર્ટફોન વચ્ચેની દૂરી પણ થોડી ઘટી ગઈ છે. આજકાલ તો 20,000ના બજેટમાં ઈનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, શ્રેષ્ઠ કેમેરો, હાઈ રિફ્રેશ રેટ અને ફાસ્ટ ચાર્જિંગ જેવા અનેક ફિચર્સ સાથેના સ્માર્ટફોન મળે છે. તેવામાં જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને કેટલીક બેસ્ટ ડિવાઈસ અને તેમની માહિતી જણાવીશું.

1) XIAOMI MI 10i
હાલમાં લોન્ચ થયેલો શાઓમીનો MI 10iનું બેઝ વેરિયંટને 18,999માં ખરીદી શકાય છે. આ બજેટમાં તમને 6GB રેમ અને 128GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. આ ફોનને 20,999ની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે ICICIના બેંક ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ફોનના 8GB 128GB વેરિયંટમાં પણ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, ફુલ HD સ્ક્રિન, 120Hz રિફ્રેશ રેટ સ્ક્રિન, અને સ્નેપડ્રેગન 750Gનું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ ફોનમાં 4820 mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી અને 33Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

2) POCO X3
POCO X3 એ લોકોની જરૂરીયાતને સરળ કરશે જેમને આ બજેટમાં ઓલરાઉન્ડર સ્માર્ટફોન ખરીદવાનું વિચારે છે. આ મોડલ એકદમ સ્ટાઈલિશ અને પર્ફોર્મન્સ પણ શ્રેષ્ઠ છે. આ ફોનને ગેમર્સને ધ્યાને રાખી બનાવાયો છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 732Gનું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે જ 120Hz રિફ્રેશ રેટની ફુલ HD સ્ક્રિન આપવામાં આવી છે. આ સિવાય ફોનમાં 6000mAHની હાઈ કેપેસિટી બેટરી, 33W ફાસ્ટ ચાર્જિંગ, 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનના બેઝ વેરિયંટની કિંમત એટલે કે 6GB 64GB વેરિયંટ 16,999માં મળશે.

3) REALME 7 PRO
જો તમારા ફોનમાં બેટરી ફટાફટ ખતમ થઈ જાય છે, તો તમારા માટે આ ફોન છે બેસ્ટ. કારણ કે આ ફોનમાં 65Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન માત્ર 40 મિનિટમાં 0-100 ટકા ચાર્જિંગ કરી આપે છે. ફોનમાં 4500 mAHની બેટરી આપવામાં આવી છે. આ સાથે જ 6.4 ઈંચ AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, 64 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 32 મેગાપિક્સલ ઈન્ડિસ્પ્લે સેલ્ફી સહિતના ફિચર આપવામાં આવ્યા છે. ફોનની 6GB રેમ અને 128GB વેરિયંટ 19,990માં મળશે.

4) REDMI NOTE 9 PRO MAX
રેડમી નોટ 9 પ્રો મેક્સ તેના શાનદાર ફિચર્સને કારણે બેસ્ટ વેલ્યુ ફોર મની કેટેગરીમાં સામેલ છે. આ ફોનમાં રિયલમી 7 પ્રોનો કોમ્પિટિટર છે. આ ફોનમાં પણ 64 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો, 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો, સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, 5020 mAHની હાઈ કેપેસિટી બેટરી, 6.67 ઈંચની ફુલ HD સ્ક્રિન આપવામાં આવી છે. ફોનનું 6GB રેમ અને 64GB વેરિયંટ 14,999માં મળશે. જ્યારે 6GB રેમ અને 128GB વેરિયંટ 17,500માં મળશે. આ ફોન તેની લો પ્રાઈસ અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સને કારણે વધુ ડિમાન્ડમાં છે.

5) MOTO G9 POWER
જો તમે ઓછા ભાવમાં સ્ટોક એન્ડ્રોઈડ એક્સપિરીયન્સનો ફોન લેવાનું વિચારી રહ્યાં છો, તો MOTO G9 POWER તમારા માટે છે બેસ્ટ. આ ફોનમાં અન્ય એન્ડ્રોઈડ ફોન્સની જેમ પ્રી લોડેડ એપ્સ નથી મળતા. આ ફોનમાં સ્નેપડ્રેગન 662નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સિવાય ફોનમાં 64 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 16 મેગાપિક્સલ ઈન્ડિસ્પ્લે સેલ્ફી, 6000 mAHની બેટરી, 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સહિતના ફિચર આપવામાં આવ્યા છે. ફોનનું 4GB રેમ અને 64GB વેરિયંટ 11,999માં મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news