નવી દિલ્હીઃ ભારતમાં સાયબર કૌભાંડો સતત વધી રહ્યા છે. ઓનલાઈન સ્કેમર્સ લોકોના પૈસાની છેતરપિંડી કરવા માટે ઘણી જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. હવે વધુ એક નવી રીત સામે આવી છે જેના દ્વારા લોકોના પૈસાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ પદ્ધતિ નકલી ઈ-ચલણ કૌભાંડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો:
ડીસીપી હેડક્વાર્ટર અને ફરીદાબાદના સાયબર ઓફિસર હેમેન્દ્ર કુમાર મીણાએ ખુલાસો કર્યો છે કે હવે ઈ-ચલણ પેમેન્ટ કૌભાંડો વધવા લાગ્યા છે. આ માટે હેકર્સ નકલી મેસેજ બનાવીને લોકોને છેતરપિંડી કરવા માટે મોકલી રહ્યા છે. આ માન્ય ઇન્વૉઇસેસ જેવા જ છે. આમાં ખોટી લિંક્સ શામેલ છે.


શું છે ઈ-ચલણ સ્કેમ?
પોલીસના જણાવ્યા અનુસાર, સ્કેમર્સ લોકોને એવા મેસેજ મોકલી રહ્યા છે જે અસલી દેખાય છે. તે ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરાયેલા ચલણો જેવું જ દેખાય છે. મેસેજમાં લખ્યું છે કે વ્યક્તિએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેને દંડ ભરવો પડશે. મેસેજમાં એક લિંક પણ આપવામાં આવે છે જેના પર વ્યક્તિએ ક્લિક કરવાનું હોય છે. લિંક પેમેન્ટ લિંક તરીકે બતાવવામાં આવે છે.


લિંક પર ક્લિક કરવું ભારે પડશે
જો કોઈ લિંક પર ક્લિક કરે છે તો તેને એક નકલી વેબસાઇટ પર લઈ જવાશે. આ સંપૂર્ણ રીતે અસલી ટ્રાફિલ પોલીસ વેબસાઇટની જેમ દેખાય છે. વેબસાઇટ તેની પાસે વ્યક્તિગત અને નાણાકીય જાણકારી માંગે છે. સાથે દંડ ભરવા માટે કહેવામાં આવે છે. કેટલાક મામલામાં જો યૂઝર લિંક પર ક્લિક કરે છે તો સાઇબર ક્રિમિનલ્સ યૂઝરની ડિવાઇસનું એક્સેસ હાસિલ કરી લે છે. તો આવા મામલામાં યૂઝર્સના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અચાનક ખાલી થઈ ગયા. 


આ પણ વાંચોઃ 400 રૂપિયાથી ઓછી કિંમતમાં Jio ના ધાંસૂ પ્લાન, દરરોજ 3GB સહિત કોલિંગ ફ્રી


ટ્રાફિક પોલીસની નકલી અને અસલી વેબસાઇટમાં અંતર
સત્તાવાર સરકારી વેબસાઇટ https://echallan.parivahan.gov.in/
નકલી વેબસાઇટઃ https://echallan.parivahan.in/
નકલી વેબસાઇટમાં .gov હટાવી દેવામાં આવ્યું છે. 


આ રીતે ઈ-ચલણ સ્કેમથી બચો
ટેક્સ્ટ મેસેજમાં કોઈ આવી લિંક પર ક્લિક ન કરો જે તમને નકલી લાગી રહી છે. જો કોઈ લિંક તમને કોઈ ટ્રાફિક પોલીસની વેબસાઇટ પર લઈ જાય છે તો સતર્ક રહો. એકવાર તમે આ વેબસાઇટ પર તમારી જાણકારી આપી દેશો તો તમારૂ એકાઉન્ટ ખાલી થઈ શકે છે. 


- જો તમને લાગે છે કે ખરેખર તમને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-ચલણ પ્રાપ્ત થયું છે તો તમારે સીધો ટ્રાફિક વિભાગનો સંપર્ક કરવો જોઈએ. કોઈ જાણકારી વગર તેનું પેમેન્ટ ન કરો.
- જો કોઈ મેસેજ તમારી પાસે અંગત કે નાણાકીય જાણકારી માંગે તો તેને નજરઅંદાજ કરવાનો છે. 
- ઈ-ચલણનું પેમેન્ટ માત્ર ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટ પર જઈને કરો. ભારતમાં ઈ-ચલણ માટે સત્તાવાર વેબસાઇટ https://echallan.parivahan.gov.in/ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube