400 રૂપિયાથી ઓછી કિંમતમાં Jio ના ધાંસૂ પ્લાન, દરરોજ 3GB સહિત કોલિંગ ફ્રી, સાથે મળશે આ લાભ

જિયો આ વર્ષના અંત સુધીમાં 5જી પ્લાન્સ લોન્ચ કરી દેશે. પરંતુ હજુ કંપની કેટલાક એવા પ્લાન્સ ઉપલબ્ધ કરાવી રહી છે જે અનલિમિટેડ 5જી ડેટા ઉપલબ્ધ કરાવે છે. આવો આ પ્લાન વિશે જાણીએ...

400 રૂપિયાથી ઓછી કિંમતમાં Jio ના ધાંસૂ પ્લાન, દરરોજ 3GB સહિત કોલિંગ ફ્રી, સાથે મળશે આ લાભ

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ પાછલા વર્ષે ઓક્ટોબરમાં 5જી નેટવર્ક શરૂ કર્યું હતું. હવે ધીમે-ધીમે દેશના અલગ-અલગ ભાગમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ 46મી એજીએમમાં જિયો 5જી માટે મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે 5જી પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન ડિસેમ્બર સુધી યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. કંપનીએ તે દાવો પહેલા જ કર્યો હતો કે તે ડિસેમ્બર 2023ના અંત સુધી ભારતમાં ઉપલબ્ધ કરાવી દેશે. 

જ્યારે કંપની 5જી પ્લાન્સ ઉપલબ્ધ કરાવશે તો તમે નવા પ્લાન્સની મજા માણી શકશો. પરંતુ આ પહેલા કંપની ઘણા અનલિમિટેડ 5જી પ્લાન્સ ઉપલબ્ધ કરાવી રહી છે. જે 500 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે અને ઘણા બેનિફિટ્સથી લેસ છે. 

259 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે. તેમાં યૂઝર્સને 1.5 જીબી 4જી ડેટા અને 5જી અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ પણ મળશે. આ સાથે દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. યૂઝર્સને જિયો એપ્સનું એક્સેસ ફ્રી આપવામાં આવી રહ્યું છે. 

268 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં યૂઝર્સને 1.5 જીબી 4જી ડેટા અને 5જી ડેટા અનલિમિટેડ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં પણ યૂઝર્સને વોઇસ કોલિંગ અને 100 SMS નો લાભ મળશે. આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે. પ્લાનમાં એડિશનલ બેનિફિટ્સ તરીકે  Jio Saavn Pro નું એક્સેસ પણ આપવામાં આવી રહ્યું છે. 

299 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં યૂઝર્સને 2જીબી 4જી ડેટા અને 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે. તો અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. યૂઝર્સને આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. 

349 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં યૂઝર્સને 2.5 જીબી 4જી ડેટા અને 5જી અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. તો અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. યૂઝર્સને આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. 

399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં યૂઝર્સને 3જીબી ડેલી 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે અનલિમિટેડ 5જી ડેટા પણ મળશે. તો અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. યૂઝર્સને આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news