FASTagનું રિચાર્જ કરતા પહેલા થઈ જાઓ સાવધાન, એકાઉન્ટમાંથી ઉડી ગયા રૂપિયા
Karnataka FASTag scam: કર્ણાટકમાં એક નવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિ સાથે 1 લાખની છેતરપિંડી થઈ હતી. FASTag રિચાર્જ કરતી વખતે તેની સાથે છેતરપિંડી થઈ હતી. જો તમે પણ FASTag રિચાર્જ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. ઉડુપીના બ્રહ્મવારાના ફ્રાન્સિસ પાયસ 29 જાન્યુઆરીએ પોતાની કારમાં મેંગલુરુ જઈ રહ્યા હતા.
FASTag scam: સાયબર ક્રાઈમના કેસમાં સતત વધી રહ્યાં છે. હેકર્સ લૂંટવા માટે નવા નવા રસ્તા શોધી રહ્યા છે. તેવામાં સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા. આ કેસને જોઈને એમ લાગી રહ્યું છે કે હેકર્સ લોકોને છેતરવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. નવી ટેક્નોલોજી આવી રહી છે, તેના કારણે સાયબર ક્રાઈમ પણ વધ્યા છે. એક વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. આવો જાણીએ શું છે મામલો...
એક શખ્સના અકાઉન્ટથી ઉપડી ગયા 1 લાખ રૂપિયા
કર્ણાટકમાં એક નવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિ સાથે 1 લાખની છેતરપિંડી થઈ હતી. FASTag રિચાર્જ કરતી વખતે તેની સાથે છેતરપિંડી થઈ હતી. જો તમે પણ FASTag રિચાર્જ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. ઉડુપીના બ્રહ્મવારાના ફ્રાન્સિસ પાયસ 29 જાન્યુઆરીએ પોતાની કારમાં મેંગલુરુ જઈ રહ્યા હતા.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
કેવી રીતે થયો ફ્રોડ
જ્યારે તે ટોલ પ્લાઝા પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેના FASTag ને રિચાર્જ કરવું પડશે. અને ટોલ ભરવા માટે તેણે હેલ્પલાઈન નંબર શોધવાનો પ્રયાસ કર્યો. ઈન્ટરનેટ પર સર્ચ કરતાં તેને એક નંબર મળ્યો અને રિચાર્જ કરવા માટે કોલ કર્યો. તેને બિલકુલ ખબર નહોતી કે આ નંબર ફ્રોડ છે અને થોડીક જ વારમાં તે છેતરપિંડીનો ભોગ બનશે. જ્યારે પાયસે ફોન કર્યો ત્યારે સામેની વ્યક્તિએ પોતાનો પરિચય Paytm ફાસ્ટેગના પ્રતિનિધિ તરીકે આપ્યો. રિચાર્જ કરવા માટે, પાયસને ફોન પર મળેલો OTP શેર કરવા જણાવ્યું. પાયસે તમામ સૂચનાઓનું પાલન કર્યા પછી OTP શેર કર્યો. થોડીવાર પછી, મિનિટોમાં ખાતુ ખાલી થઈ ગયું.
અચાનક કપાઈ ગયા રૂપિયા
પ્રથમ, 49,000 રૂપિયા ડેબિટ થયા, ત્યારબાદ 19,999 રૂપિયા, પછી 19,998, રૂપિયા, પછી 9,999 રૂપિયા અને 1,000 રૂપિયા. પાયસને કુલ 99,997 રૂપિયાનું નુકસાન થયું. ફ્રોડ થયું હોવાની જાણ થતાં પાયસે ઉડુપી CEN પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
કેવી રીતે બચો
- જો તમે કસ્ટમર કેરને કૉલ કરો છો, તો કોઈ પ્રતિનિધિ તમારી બેંકની વિગતો નહીં પુછે. તેથી OTP અથવા બેંક વિગતો શેર ના કરશો.
- વેબસાઈટ સાચી છે કે ખોટી તે તપાસવા માટે વેબસાઇટ ચેકર અથવા સેફ બ્રાઉઝિંગ ટૂલનો ઉપયોગ કરો.
- ડોમેઈનની કેટલુ જૂનું છે તેની ખાતરી કરો. તમને ખબર પડશે કે પેજ ક્યારે બનાવવામાં આવ્યું છે.
ફાસ્ટેગ કેવી રીતે રિચાર્જ કરવું
FASTag રિચાર્જ કરવા માટે, તમે Paytm, ZeePay અને PhonePe સહિત કોઈપણ UPI એપનો ઉપયોગ કરીને કાર્ડ રિચાર્જ કરી શકો છો.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube