નવી દિલ્હીઃ ભારતમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આંકડા પ્રમાણે સોશિયલ મીડિયા યૂઝરની સંખ્યા દેશમાં 50 કરોડથી પણ વધુ છે. તેમ છતાં સોશિયલ મીડિયાના બજારમાં વિદેશી કંપનીઓની બોલબાલા છે. રવિવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પ્રથમ દેસી સોશિયલ મીડિયા એપ અલાઇમેન્ટ (Elyments)ને લોન્ચ કરવા જઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ડેટા પ્રાઇવસીને લઈને હંમેશા સવાલ ઉઠતા રહે છે. આ મામલામાં વિદેશી કંપનીઓ ફેલ થતી જોવા મળી રહી છે. તેથી આ સોશિયલ મીડિયા એપમાં મુખ્ય રીતે ડેટા પ્રાઇવસીને આગળ રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે લોન્ચિંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ હાજર રહેશે. એપ લોન્ચિંગ સમયે યોગગુરૂ રામદેવ, અયોધ્યા રામ રેડ્ડી, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પણ હાજર રહી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે Elyments એપમાં યૂઝરનો ડેટા સુરક્ષિત રહેશે અને કોઈ મંજૂરી વગર ત્રીજી પાર્ટી લઈ શકશે નહીં. 


59 એપ્સ પર પ્રતિબંધ વચ્ચે જ્યારે અચાનક બંધ થઇ ગયું Gmail, ગભરાયા લોકો


આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર હાલ પણ હાજર છે અને લાખો લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. પરંતુ તેની સત્તાવાર લોન્ચિંગ બાકી હતી જે કાલે થશે. આ એપ 8 ભાષાઓમાં ઉપલબ્ધ થશે અને તેમાં ઓડિયો-વીડિયો કોલિંગની પણ સુવિધા આપવામાં આવશે. 


ભારત એપ અને સોશિયલ મીડિયાના મામલામાં પણ આત્મનિર્ભર બનવાની કવાયત કરી રહ્યું છે. પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનની સાથે થયેલા ઘર્ષણ અને ઘમંડી દેખાડ્યા બાદ ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મુકી દીધો હતો. તો પીએમ મોદીએ દેશના લોકોને એપ બનાવવાની ચેલેન્જ પણ આપી છે. જેથી દેશની આગળની નીતિ સ્પષ્ટ છે. ભારત દુનિયા માાટે સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના મામલામાં મોટુ બજાર છે. તેનો ફાયદો ભારત પણ ઉઠાવી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube