આવી ગયો છે 5 રિયર કેમેરાવાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન, કિંમત પરવડશે ખિસ્સાંને
આ સ્માર્ટફોન નોકિયાનો હશે
નવી દિલ્હી : એક રિપોર્ટ પ્રમાણે Nokiaના સ્માર્ટફોન બનાવનારી HMD ગ્લોબલ આગામી વર્ષે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ કેમેરો 5 રિયર કેમેરાવાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન હોઈ શકે છે. આ સ્માર્ટફોન Nokia 9 PureView છે. નોકિયાના આ સ્માર્ટફોન અંગે અત્યાર સુધી ઘણી લીક્સ સામે આવી ચૂકી છે અને તેમાં Nokia 9 PureViewની ડિઝાઈનનો ખુલાસો કરવામાં આવ્યો છે.
Nokia 9 PureViewના રિયરમાં પેન્ટા કેમેરા સેટઅપ હશે એટલે કે, આ ફોનના બેકમાં પાંચ કેમેરા હશે. લીક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્માર્ટફોનમાં 2 કેમેરા 12 મેગાપિક્સલના હશે. બીજી તરફ, 2 કેમેરા 16-16 મેગાપિક્સલના હશે, જ્યારે પાંચમો કેમેરા 8 મેગાપિક્સલનો હશે. Nokia 9 PureViewની પાછળ આપેલા સેટઅલમાં LED ફ્લેશ અને IR સેન્સર અથવા લેઝર ઓટોફોકસ પણ થઈ શકે છે.
આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં 12 MPનો કેમેરા હશે. લીક રિપોર્ટ્સ અનુસાર, Nokia 9 PureViewમાં 6 ઈંચની ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન 8GB રેમ અને 256GB સ્ટોરેજ ઑપ્શન સાથે આવી શકે છે. અહેવાલ છે કે, નોકિયાનો આ સ્માર્ટફોન ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે આવી શકે છે. જોકે, કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, કસ્ટમર્સને લોભાવવા માટે HMD ગ્લોબલ નેક્સ્ટ જનરેશન સ્નેપડ્રેગન 855 SoC પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકે છે. કિંમતની વાત કરીએ તો અગાઉની લીક્સ અનુસાર, Nokia 9 PureViewની પ્રાઈઝ 4799 યુઆન (આશરે 50,600 રૂપિયા) હોઈ શકે છે.