Flipkart Big Diwali Sale: શોપિંગનું લીસ્ટ બનાવી લો, આવી ગઈ છે ધમાકેદાર ઓફર, પછી નહીં મળે આવો મોકો!
Flipkart પર ફરી Big Diwali સેલ શરૂ થવા જઈ રહ્યો છે. આ સેલ 28 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા ફ્લિપકાર્ટ પર Big Diwali સેલ 23 ઓક્ટોબરના પૂર્ણ કરવામાં આવી હતી. જો કે કંપનીએ આ સેલને ફરી શરૂ કરવાની તૈયારીમાં છે.
નવી દિલ્હીઃ Flipkart પર ફરી Big Diwali સેલ શરૂ થવા જઈ રહ્યો છે. આ સેલ 28 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા ફ્લિપકાર્ટ પર Big Diwali સેલ 23 ઓક્ટોબરના પૂર્ણ કરવામાં આવી હતી. જો કે કંપનીએ આ સેલને ફરી શરૂ કરવાની તૈયારીમાં છે. નવો Big Diwali સેલ 3 નવેમ્બર સુધી ચાલશે. ગ્રાહકોને ફાયદો આપવા માટે આ વર્ષે સેલમાં બેંક ઓફર્સ પણ આપવામાં આવશે. આ માટે ફ્લિપકાર્ટે SBI બેન્ક સાથે પાર્ટનરશિપ કરી છે. SBI બેન્ક કાર્ડથી વસ્તુઓ ખરીદવા પર ગ્રાહકોને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ફ્લિપકાર્ટ હાલમાં iPhones, Motorola અને Xiaomi ફોન્સ પર મળતી ડીલને ટીઝ કરી રહ્યું છે. આ માટે ડેડીકેટેડ સેલ પેજ બનાવવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટ અનેક પ્રોડક્ટસ પર 80 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ આપશે. આ સેલમાં પાવર બેંક, ડેસ્કટોપ, હેડફોન્સ, સ્પીકર્સ અને બીજા ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટસ અને એક્સેસરીઝ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ટીવી અને એપ્લાયન્સીઝ પર કંપની 75 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગત સેલમાં iPhone 12ની પણ શાનદાર ડીલ રાખવામાં આવી હતી. આ સેલમાં iPhone 12ને વધુ ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવશે.
iPhone 12 miniને પણ આ સેલમાં સારી ડીલ પર આપવામાં આવશે. Xiaomiના ફોન્સની વાત કરવામાં આવે તો Redmi 9 Prime, Redmi 9i Sport, Redmi 9 Power, Redmi 9 Prime, Redmi 8A Dual અને Redmi Note 9ને દિવાળી સેલમાં ઓછી કિંમત પર વેંચવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે દિવાળી સેલ ફરી શરૂ કરવાનું મુખ્ય કારણ Amazon ગ્રેટ ઈન્ડિયન સેલ છે. આ સેલ આ મહિનાના અંત સુધી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube