23 જુલાઈથી ફરી શરૂ થશે ફ્લિપકાર્ટનો સૌથી મોટો સેલ, ટીવી, લેપટોપ અને સ્માર્ટફોન પર 70% સુધીની છૂટ
જો તમે સ્માર્ટફોન અને ટીવી ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો તમારે હવે રાહ જોવાની જરૂર નથી. ફ્લિપકાર્ટ 23 જુલાઈથી બિગ સેવિંગ ડેઝ સેલ શરૂ કરી રહ્યું છે. જ્યાં તમે અનેક વસ્તુઓ ડિસ્કાઉન્ટમાં ખરીદી શકશો.
નવી દિલ્હીઃ જો તમે સ્માર્ટફોન અને ટીવી ખરીદવાનું પ્લાન કરી રહ્યાં છો તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી. ફ્લિપકાર્ટ આ મહિનાના અંતમાં બિગ સેવિંગ ડેઝ સેલ (Big Savings Day sale) ની યજમાની કરશે. ફ્લિપકાર્ટનો સેલ 23 જુલાઈએ લાઇવ થશે, જ્યાં ગ્રાહકોને સ્માર્ટફોન, વીયરેબલ્સ, લેપટોપ, સ્માર્ટ ટીવી વગેરે પર ખુદ શાનદાર ડીલ્સ અને છૂટ મળી શકે છે. ફ્લિપકાર્ટ સેલ 27 જુલાઈ સુધી લાઇવ રહેશે. આવો જાણીએ લીક થયેલી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ વિશે..
Flipkart સેલ સાથે જોડાયેલી જાણકારી લીક
> Flipkart પહેલા જ Oppo Reno 5 Pro, iPhone 11 અને Moto G31 પર ઓફર ટીઝ કરી ચુક્યુ છે. આ સાથે તે વીવો, ઓપ્પો, મોટોરોલા અને એપ્પલ સ્માર્ટફોન્સ પર ડીલ્સ થશે.
- આ સિવાય ફ્લિપકાર્ટ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ સામેલ થશે.
- ગ્રાહક હેડફોન અને સ્પીકરને 70 ટકા સુધીમાં ખરીદી શકે છે.
- કમ્પ્યૂટર એક્સેસરીઝ જેમ કે રાઉટર, કીબોર્ડ વગેરેની કિંમત 99 રૂપિયાથી શરૂ થશે.
આ પણ વાંચોઃ iPhone Users માટે Good News, નવા આઈફોનની ડિઝાઈન અને ફીચર્સ થયા લીક, ઘેલા બન્યા લોકો
- ફ્લિપકાર્ટે આ પુષ્ટિ કરી છે કે તે સેલ દરમિયાન ટેબલેટ પર 45 ટકા સુધીની છૂટ આપશે. આ સિવાય સ્માર્ટવોચ પર 65 ટકા સુધીની છૂટ મળશે.
- ગ્રાહકોને સેલ દરમિયાન ટીવી અને એપ્લાયન્સેઝ પર 70 ટકા સુધીની છૂટ મળશે.
- ફ્લિપકાર્ટ પ્લસના ગ્રાહકોને જલદી ઓફર અને ડિસ્કાઉન્ટ ડીલ્સ મળવાની સંભાવના છે. કંપની સેલ દરમિયાન સવારે 12 કલાક, સવારે 8 કલાક અને સાંજે 4 કલાકે સ્પેશિયલ ડીલ આવશે. ગ્રાહકો કેટલીક બેન્ક ઓફર્સને પણ ક્લબ કરી શકશે, જેનાથી એક્સ્ટ્રા છૂટ મળશે. આ સાથે તમે પ્રોડક્ટ્સને નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી કરી શકશે.
- નોંધનીય છે કે ફ્લિપકાર્ટની સાથે એમેઝોન પણ 23 જુલાઈએ પોતાનો પ્રાઇમ ડે સેલ શરૂ કરી રહ્યું છે. એમેઝોનનો સેલ 24 જુલાઈએ સમાપ્ત થશે પરંતુ આશા કરવામાં આવી રહી છે કે કંપની 27 જુલાઈ સુધી કેટલીક ઓફર વધારશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube