નવી દિલ્હી : ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ છે અને હાલમાં બંપર સેલિંગ થઈ રહ્યું છે. તમામ ઓનલાઇન અને ઓફલાઇન કંપનીઓ વધારેને વધારે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે અલગઅલગ સ્કીમ લોન્ચ કરી રહી છે. આ સંજોગોમાં ફ્લિપકાર્ટે પણ ફેસ્ટિવલ સિઝનમાં એક જબરદસ્ત ઓફર આપી છે અને આ ઓફર છે મોબાઇલનો વીમો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લિપકાર્ટ હવે વીમા ક્ષેત્રમાં એન્ટ્રી લઈ રહ્યું છે. આ સંજોગોમાં કંપનીએ સૌથી પહેલા સ્માર્ટફોનનો ઇન્શ્યોરન્સને મહત્વ આપવાનો નિર્ણય કર્યો છે. ફ્લિપકાર્ટમાં સૌથી વધારે વેચાણ સ્માર્ટફોનનું થાય છે. હવે કંપનીએ ફ્લિપકાર્ટથી મોબાઇલ ખરીદવા માગતા ગ્રાહકોને ઇન્શ્યોરન્સ આપવાની જાહેરાત કરી છે.  આ ઇન્શ્યોરન્સને કારણે ગ્રાહક હવે પસંદગીનો સ્માર્ટફોન તૂટવાના કે પછી ચોરાઈ જવાના ડરથી મુક્ત થઈને વાપરી શકશે. 


ફ્લિપકાર્ટને હવે કોર્પોરેટ એજન્ટનું લાઇસન્સ મળી ગયું છે. વીમા માટે કંપનીએ બજાજ અલિયાન્સ જનરલ ઇન્શ્યોરન્સ સાથે કરાર કર્યો છે. વીમા બિઝનેસની શરૂઆત ફ્લિપકાર્ટે સ્માર્ટફોનને સુરક્ષિત બનાવવા સાથે કરી છે અને પોતાની પ્રોડક્ટને નામ આપ્યું છે CMP એટલે કે કમ્પ્લીટ મોબાઇલ પ્રોટેક્શન પ્લાન.


ફ્લિપકાર્ટ 10 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ બિલિયન-ડેનું વેચાણ શરૂ કરવાનું છે. આ પ્રોગ્રામમાં તે પોતાના ઇન્શ્યોરન્સને પ્રોડક્ટ તરીકે વેચશે. ઇન્શ્યોરન્સના આ પ્લાન 99 રૂપિયાથી શરૂ થવાના છે. આ ઇન્શ્યોરન્સ એક વર્ષ માટે માન્ય હશે અને એમાં એક્સિડન્ટલ ડેમેજ, સ્ક્રીન ડેમેજ તેમજ ચોરી સામે સુરક્ષા આપવામાં આવશે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...