flying bike era:ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક ડગલું આગળ વધારતા આખરે એન્જિનિયરોએ ફ્લાઈંગ બાઇક પણ તૈયાર કરી છે. અત્યાર સુધી તમે માત્ર હોલીવુડની ફિલ્મોમાં જ ફ્લાઈંગ બાઇક જોઈ હશે. પરંતુ હવે તમે તેને જાતે ચલાવી શકો છો. આ બાઈકથી તમે જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં ઉડી શકો છો, ખાસ વાત એ છે કે આ માટે તમારે પાઈલટના લાઈસન્સની પણ જરૂર નથી. આવો અમે તમને આ બાઇક વિશે બધું જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વની પ્રથમ ઉડતી બાઇક
'ધ મિરર'ના અહેવાલ મુજબ, આ વિશ્વની પ્રથમ ઉડતી બાઇક હશે અને તે કોર્મિશિયલ ઉપયોગ માટે પણ ઉપલબ્ધ છે, એટલે કે આ ઉડતી બાઇકને લોન્ચ કરવામાં આવી છે. ફ્લાઇંગ બાઇક તૈયારનાર કરનાર સ્વીડિશ-પોલિશ ફર્મ કે જેણે જેટસને કહ્યું કે તેની સવાર કરનાર રાઇડર જેમ્સ બોન્ડ જેવો અનુભવ કરશે.


ફુલ ચાર્જ પર 20 મિનિટ સુધી ઉડી શકે છે
જેટસને કહ્યું કે તે ગયા ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે તે સાબિત થયું છે કે તે ઉપયોગ માટે તૈયાર છે. આગામી વર્ષના ઓર્ડર પહેલેથી જ લેવામાં આવી રહ્યા છે. જેટસન વનનું વજન 86 કિલો છે અને તે લગભગ બે કલાકના બેટરી ચાર્જિંગ સમય સાથે 20 મિનિટ સુધી ઉડી શકે છે.


સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક છે આ ઉડતી બાઈક
જેટસન વન સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે, તેને પાઇલટના લાયસન્સની પણ જરૂર નથી, અને તે 63mph (અંદાજે 101 kmh)ની ઝડપે ઉડી શકે છે. જેટસન વનને ટેક ઓફ કરવા માટે કોઈ રનવેની જરૂર નથી અને તેને ગમે ત્યાં સરળતાથી લેન્ડ કરી શકાય છે. તેને ખરીદવા માટે દર 15 મિનિટે કોલ કરવામાં આવી રહ્યા છે.


જાણો તેની શું છે કિંમત
કંપનીએ તેની કિંમત પણ જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે આ બાઇકની કિંમત 68,000 પાઉન્ડ એટલે કે 68,84,487 રૂપિયા હોઈ શકે છે. તેને તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પીટર ટર્નસ્ટ્રોમે કહ્યું કે જ્યારે મેં તેને પહેલીવાર  મેં ઉડાવી ત્યારે તે એક અલગ જ અનુભવ હતો. તેમાં વાઇબ્રેશન નથી.


ગમે ત્યાં સરળતાથી કરી શકાય છે લેન્ડ
તે જોયસ્ટીકથી નિયંત્રિત થાય છે. તેને હજુ સુધી શહેરોમાં ઉડવાની મંજૂરી આપવામાં આવી નથી. તે ફક્ત ખુલ્લી જમીનમાં જ ઉડી શકે છે. પીટરે કહ્યું કે અમારી આગામી યોજના 2026 સુધીમાં ટુ સીટર ફ્લાઈંગ કાર બનાવવાની છે. અમારું લક્ષ્ય એક દાયકાની અંદર દરેકને પાઇલટ બનાવવાનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube