કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES) હંમેશા ઓટોમોબાઈલ ઉદ્યોગથી ઘણું બધુ લઈને આવે છે. આથી 2023 CES પણ એકવાર ફરીથી લોકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે. જ્યાં એક બાજુ ફોક્સવેગન નવી ઈલેક્ટ્રિક વાહનો પરથી પડદો ઉઠાવશે જ્યારે બીજી બાજુ ઓડી પોતાની વર્ચ્યુઅલ રિયાલિટીવાળી એન્ટરટેઈન્મેન્ટ સિસ્ટમનું પ્રદર્શન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ એવા ઈલેક્ટ્રિક વાહન કોન્સેપ્ટ પણ રજૂ કરાશે જે ઉડી શકે છે. આસ્કા (Aska) નો દાવો છે કે ઉડતી કાર રસ્તા ઉપર પણ ચલાવી શકાશે. આ કારમાં ચાર લોકો બેસી શકશે. ઈવીટીઓએલ (ઈલેક્ટ્રિક ટેક ઓફ અને લેન્ડિંગ) વાહન 5-8 જાન્યુઆરીના રોજ થનારા આગામી સીઈએસ 2023 સેટમાં પ્રદર્શિત કરવામાં આવશે. સિલિકોન વેલીની આસ્કા વાહનની સંપૂર્ણ સાઈઝના પ્રોટોટાઈપથી પડદો ઉઠાવશે જે એક ઈલેક્ટ્રિક કાર અને ક્વાડકોપ્ટરમાં છે. 


આ ઉડતી કોન્સેપ્ટ કાર ચાર સીટર હશે. જેમાં વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ (સીટરવીટીઓએલ), શોર્ટ ટેકઓફ અને લેન્ડિંગ (એસટીઓએલ), રેન્જ એક્સટેન્ડર (લિથિયમ આયન બેટરી+એન્જિન) ની સાથે સંપૂર્ણ રીતે વિક્સિત ઈલેક્ટ્રિક સિસ્ટમ હશે. 


WhatsApp Tips:1 ફોન નંબરથી 2 ફોનમાં ચલાવો WhatsApp,અજમાવો આ ટ્રીક


એક GIF ઈમેજ તમારો ફોન અને WhatsApp કરી દેશે હેક, આજે જ બદલો આ SETTING


SIM Card Rule 2023: 1 જાન્યુઆરીથી લાખો સિમકાર્ડ થઈ જશે રદ, સરકારે નિયમો બદલ્યા


જો તેની રેન્જની વાત કરીએ તો તેમાં 400 કિમી સુધીની ઉડાણ રેન્જ મળશે. જે 240 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડશે. ડ્રાઈવ મોડમાં તે 112 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે દોડશે. 


CES 2023 માં ઈલેક્ટ્રિક મોબિલિટીની વાત કરીએ તો ચીનની ડેવિન્સી DC100નું અનાવરણ કરશે. તેની પહેલી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ પરંપરાગત 1000cc મોટરસાઈકલ વર્ગને ટક્કર આપવા માટે વિક્સિત કરાઈ છે. 


આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ 200કિમી/ પ્રતિ કલાકની ટોપ સ્પીડની હોઈ શકે છે. જ્યારે 3 સેકન્ડમાં 0-100કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. આ સાથે જ તે 400 કિમીથી વધુની રેન્જનો દાવો કરે છે, જ્યારે લેવલ 3 ડીસી ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનોનો ઉપયોગ કરીને તેની બેટરીને સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં ફક્ત અડધો કલાક લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube