WhatsApp malware: એક GIF ઈમેજ તમારો ફોન અને WhatsApp કરી દેશે હેક, આજે જ બદલો આ SETTING

Whatsapp Hackers: WhatsAppમાં Media Auto Download ની સુવિધા ઘણા લોકોના ફોનમાં ચાલુ રહે છે. જો તમે પણ આ સેટિંગ બંધ કર્યું નથી તો અજાણ્યા સ્ત્રોતમાંથી આવતા વીડિયો, GIF, છબીઓ અથવા અન્ય ફાઇલો આપમેળે ડાઉનલોડ થઈ જશે. હેકર્સ જ આનો ફાયદો ઉઠાવી શકે છે.

WhatsApp malware: એક GIF ઈમેજ તમારો ફોન અને WhatsApp કરી દેશે હેક, આજે જ બદલો આ SETTING

Whats App Bug: હેકર્સ દરરોજ લોકોને ફસાવવા માટે નવા નવા રસ્તા શોધે છે.  જો તમે GIF ઈમેજને ઓપન કરવાની ટેવ ધરાવો છો તો આટેવ બદલી કાઢજો... તમે સાંભળ્યું જ હશે કે હેકર્સ લોકોને પોતાનો શિકાર બનાવવા માટે ફિશિંગ લિંક્સનો ઉપયોગ કરે છે. પરંતુ હેકિંગ માટે ફિશિંગ GIF નો ઉપયોગ અત્યંત જોખમી બનાવે છે. હેકર્સ આ ટ્રીકની મદદથી તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે.

વાસ્તવમાં, ઘણા લોકોએ વોટ્સએપમાં ઘણી સેટિંગ્સ ચાલુ કરી છે. લોકો આ સેટિંગ્સ વિશે વધુ જાણતા નથી. હેકર્સ આનો જ ફાયદો ઉઠાવે છે. આ સેટિંગની મદદથી હેકર્સ સરળતાથી તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે. જો તમે પણ આ સેટિંગ વોટ્સએપમાં ઓન રાખ્યું હોય તો તમે હેકિંગનો શિકાર બની શકો છો.

હેકિંગ શું છે?
અત્યાર સુધી હેકર્સ લોકોને ફસાવવા માટે ફિશિંગ લિંક્સનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે તેઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. હેકર્સ જીઆઈએફ ઈમેજીસમાં ફિશીંગ એટેક પણ લગાવી રહ્યા છે. આને GIFShell નામ આપવામાં આવ્યું છે.

ગયા વર્ષ સુધી વોટ્સએપમાં એક નબળાઈ હતી જેના કારણે હેકર્સ ફક્ત GIF ઇમેજ મોકલીને કોઈપણનો ફોન હેક કરી શકે છે.

ભલે વોટ્સએપે આ નબળાઈને ઠીક કરી દીધી છે. પરંતુ યુઝર્સની ભૂલને કારણે હેકર્સ હજુ પણ તમારા વોટ્સએપ અને ફોનનો એક્સેસ મેળવી શકે છે.

WhatsAppમાં Media Auto Download ની સુવિધા ઘણા લોકોના ફોનમાં ચાલુ રહે છે. જો તમે પણ આ સેટિંગ બંધ કર્યું નથી તો અજાણ્યા સ્ત્રોતમાંથી આવતા વીડિયો, GIF, છબીઓ અથવા અન્ય ફાઇલો આપમેળે ડાઉનલોડ થઈ જશે. હેકર્સ જ આનો ફાયદો ઉઠાવી શકે છે.

સેટિંગને કેવી રીતે બંધ કરવું....
 યુઝર્સ આ સેટિંગને સરળતાથી બદલી શકે છે. આ માટે તમારે વોટ્સએપના સેટિંગમાં જવું પડશે. અહીં તમને સ્ટોરેજ અને ડેટાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરવું પડશે.

હવે તમને ઓટોમેટિક મીડિયા ડાઉનલોડનો વિકલ્પ મળશે. તમારે આ સેટિંગ બંધ કરવી પડશે. આ રીતે તમે સરળતાથી હેકર્સના પ્રવેશને રોકી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news