નવી દિલ્હી: આ વર્ષ સેમસંગ, હુઆવે અને શાઓમી ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. શાઓમી (Xiaomi)ના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઇને કેટલાક નવા ખુલાસા થયા છે. જાણકારી અનુસાર, તેને 2019ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેનું નામ Mi MIX 4 હશે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં 60 મેગાપિક્સલનો શાનદાર કેમેરો ઉપયોગ કરવામાં આવશે. જોકે, સત્તાવાર રીતે તેને લઇને વધુ જાણકારી નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિનામાં બીજીવાર વિશ્વભરમાં ઠપ થયા Facebook અને WhatsApp


તમામ રિપોર્ટ્સ અનુસાર આ ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 855 ચિપનો ઉપયોગ થશે. તેની રેમ 10 જીબી કોઇ શકે છે. આ ફોન MIUI 10 પર આધારિત એંડ્રોઇડ 9 પાઇ પર કામ કરશે. ફોલ્ડ સ્ક્રીન 6.5 ઇંચની હશે અને અનફોલ્ડ કરતાં આ ટેબના રૂપમાં 10 ઇંચની થઇ જશે. 


શું તમે Reliance Jioના યૂઝર છો? જાણો શું છે 19 અને 52 રૂપિયાનો પ્લાન


થોડા દિવસો પહેલાં સેમસંગ, હુઆવેના ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઇને જે ખુલાસા થયા હતા, તેના અનુસાર સેમસંગના ફોનની કિંમત 1.4 લાખથી શરૂ થઇ શકે છે, જ્યારે હુઆવેના ફોનની કિંમત 1.8 લાખથી શરૂ થઇ શકે છે. તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે માર્કેટમાં પોતાની પકડ જાળવી રાખવા માટે શાઓમીનો ફોલ્ડેબલ સ્માર્ટફોન બંનેના મુકાબલે ખૂબ સસ્તો હશે. તેની કિંમત 70 હજાર રૂપિયાની આસપાસ હશે.