Instagram: ઈંસ્ટાગ્રામ પર આ ટ્રીક વાપરશો તો ઝડપથી વધશે ફોલોવર્સ, તમને પણ મળવા લાગશે બ્રાંડ કોલેબરેશન
Instagram Tips: બ્રાન્ડ કોલેબરેશન મળવાનો આધાર તમારા એકાઉન્ટની પોસ્ટની રીચ, તમારા એકાઉન્ટના ફોલોવર્સ અને પોસ્ટના વ્યુ ઉપર હોય છે. જો તમારા ઈંસ્ટાગ્રામ ફોલોવર્સ જ ઓછા હોય તો સૌથી પહેલાં તેના પર કામ કરવું જરૂરી છે.
Instagram Tips: આજના સમયમાં ઈંસ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં લોકો ઈન્ફ્લુએન્સર બનતા જાય છે અને લાખોમાં કમાણી કરે છે. તેવામાં સામાન્ય લોકોને પણ એવી ઈચ્છા થઈ જાય કે ઈંસ્ટાગ્રામ પર તેના ફોલોવર્સ વધી જાય અને તે પણ અન્ય લોકોની જેમ સારી એવી કમાણી કરે. પરંતુ મોટાભાગના લોકોને ફોલોવર્સ વધારવામાં અને બ્રાન્ડ કોલેબરેશન મેળવવામાં સમસ્યાઓ થતી હોય છે. જો તમારે સારી એવી કમાણી કરવી હોય અને બ્રાન્ડ કોલેબરેશન મેળવવા હોય તો એવું કન્ટેન્ટ બનાવવું પડે જે તમારા ફોલોવર્સ અને નોન ફોલોવર્સ બંનેને પસંદ આવે.
આ પણ વાંચો:
આ છે 1500 રૂપિયાથી ઓછી કિંમતની ટોપ 4 સ્માર્ટવોચ, પ્રાઈસ સાથે ફિચર્સ પણ છે જોરદાર
7 Seater Car: લોકોને ખુબ પસંદ આવી રહી છે આ 7 સીટર કાર, કિંમત માત્ર 5.27 લાખ રૂપિયા
વોટ્સએપ ચેનલ ફીચર લોન્ચ, હવે અહીં બનાવી શકશે ફોલોઅર, જાણો કઈ રીતે કરશે કામ?
ઈન્સ ફોલોવર્સ
બ્રાન્ડ કોલેબરેશન મળવાનો આધાર તમારા એકાઉન્ટની પોસ્ટની રીચ, તમારા એકાઉન્ટના ફોલોવર્સ અને પોસ્ટના વ્યુ ઉપર હોય છે. જો તમારા ઈંસ્ટાગ્રામ ફોલોવર્સ જ ઓછા હોય તો સૌથી પહેલાં તેના પર કામ કરવું જરૂરી છે. આ કામ કરવા માટે એવી કેટલીક એપ્લિકેશન પણ છે જે તમને ઈંસ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવામાં મદદ કરી શકે છે. આ વેબસાઈટ અનુસાર તે યુઝર્સને ફ્રીમાં ઓર્ગેનિક ફોલોવર્સ આપવાનો દાવો કરે છે. એટલે કે તમે આ વેબસાઈટની મદદથી ઈંસ્ટાગ્રામ ફોલોવર્સ વધારી શકો છો. અહીંથી તમે પોપ્યુલર ઈંસ્ટાગ્રામ હેશટેગ સર્ચ કરી શકો છો જેનો ઉપયોગ કરીને તમે તમારી પોસ્ટને ટ્રેડિંગમાં લાવી શકો છો.
ગેટઈન્સ ફોલો એપ
આ એપ્લિકેશન એવી છે જેમાં તમારે તમારી પોસ્ટનું ટાઈટલ લખવાનું છે અને તમને તેને રિલેટેડ હેશટેગ મળશે જેનો ઉપયોગ કરીને તમે તમારી રીલ્સ અને પોસ્ટને વધારે લોકો સુધી પહોંચાડી શકો છો તેની મદદથી ફોલોવર્સ પણ ઝડપથી વધે છે.
રીયલ ફોલોવર્સ
આ એપ્લિકેશનની મદદથી તમે રીયલ ફોલોવર્સ અને લાઈક વધારી શકો છો. પ્લેસ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે અને તેમાં સાઈન અપ કરીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. એપ્લિકેશનનો દાવો છે કે તેનાથી તમને રીયલ ફોલોવર્સ અને લાઇક્સ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)