નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં અનેક OTT પ્લેટફોર્મ તરફથી શાનદાર કન્ટેન્ટ ઓફર કરવામાં આવે છે અને તે માટે અલગથી સબ્સક્રિપ્શન ફી ચુકવવાની હોય છે. આ સમયે સૌથી મોંઘુ ઓટીટી સબ્સક્રિપ્શન નેટફ્લિક્સ તરફથી ઓફર કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત છે કે જો તમે એરટેલ કે જિયો યૂઝર છો તો તમને નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળી શકે છે. આવો જાણીએ કયાં પ્લાન સાથે આ ફાયદો આપવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયો પોતાના બે પ્રીપેડ પ્લાન્સમાં નેટફ્લિક્સનો ફાયદો આપી રહ્યું છે, તો એરટેલે આ સપ્તાહે ફ્રી નેટફ્લિક્સવાળો પોતાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. ખાસ વાત છે કે બંને કંપનીઓના પ્લાન્સની કિંમત એક જેવી છે અને તે એક જેવો ડેટા બેનિફિટ્સ પણ આપે છે. પરંતુ જિયો તરફથી એક સસ્તું ફ્રી નેટફ્લિક્સ પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓછો ડેલી ડેટા મળે છે પરંતુ પાછલા પ્લાન જેટલો વેલેડિટી પીરિયડ મળી રહ્યો છે. 


આ પણ વાંચોઃ આ રહી 15 લાખથી ઓછી કિંમતની ટોપ 3 ડીઝલ-ઓટોમેટિક એસયૂવી, મળ છે લક્સરી ફીચર્સ!


એરટેલ અને જિયોના ફ્રી નેટફ્લિક્સ પ્લાન
ભારતીય એરટેલ અને રિયાલન્સ જિયો બંને તરફથી ઓફર કરવામાં આવતા ફ્રી નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન પ્લાન્સની કિંમત 1499 રૂપિયા છે અને 84 દિવસની વેલિડિી સાથે આવે છે. આ બંને પ્લાન્સમાં દરરોજ 3જીબી ડેટાનો ફાયદો મળે છે. સાથે દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. બંને પ્લાન્સમાં દરરોજ 100 એસએમએસ મોકલવાનો વિકલ્પ મળે છે. નેટફ્લિક્સ (બેસિક) સબ્સક્રિપ્શન વેલિડિટી પીરિયડ માટે મળી રહ્યું છે. 


અન્ય ફાયદાની વાત કરીએ તો જિયો પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડ એપ્સનું કોમ્પ્લિમેટરી સબ્સક્રિપ્શન મળી જાય છે. તેની તુલનામાં એરટેલની સાથે Apollo 24/7 Circle મેમ્બરશિપ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિંક મ્યૂઝનું એક્સેસ મળી જાય છે. આ બંને પ્લાન તે ક્ષેત્રોમાં અનલિમિટેડ 5જી ડેટા આપી રહ્યાં છે, જ્યાં 5જી સેવાઓ ચાલુ થઈ ચુકી છે. 


આ પણ વાંચોઃ GPay અને Paytm માંથી મોબાઈલ રિચાર્જ કરાવવુ હશે ફ્રી નહીં, આપવો પડશે પ્લેટફોર્મ ચાર્જ


જિયોનો સસ્તો ફ્રી નેટફ્લિક્સ પ્લાન
રિલાયન્સ જિયો તરફથી ફ્રી નેટફ્લિક્સ વાળો સસ્તો પ્લાન 1099 રૂપિયાની ઓફરમાં મળી રહ્યો છે. તેમાં 2જીબી ડેટા સિવાય 84 દિવસની વેલિડિટી મળી રહી છે. સાથે દરરોજ 100 એસએમએસ અને ફ્રી અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. પરંતુ આ પ્લાન નેટફ્લિક્સ (મોબાઇલ) સબ્સક્રિપ્શન ઓફર કરે છે. આ સાથે અનલિમિટેડ 5જી ડેટા, જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું એક્સેસ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube