માત્ર ₹1499 માં ખરીદો 12 હજારનો Redmi Note 9 સ્માર્ટફોન, જાણો વિગત
રેડમી નોટ 9નના બેસ મોડલ એટલે કે 4GB+64GB વેરિએન્ટની કિંમત 11999 રૂપિયા છે. જ્યારે 4GB+128GB વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે અને ટોપ એન્ડ 6GB+128GB વેરિએન્ટની કિંમત 13999 રૂપિયા છે.
નવી દિલ્હીઃ આ દિવાળી પર તમે ઓછા બજેટમાં દમદાર સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તે રેડમી નોટ 9 તમારી પસંદ બની શકે છે. હકીકતમાં એમઆઈ પોતાના રેડમી નોટ 9 સ્માર્ટફોન પર એમઆઈ એક્સચેન્જ પ્રોગ્રામની રજૂઆત કરી છે. પ્રોગ્રામ હેઠળ ગ્રાહક જૂના ફોનને એક્સચેન્જ કરી રેડમી નોટ 9 ખરીદી શકે છે. જો એક્સચેન્જ બોનસની રકમ મળી જાય તો રેડમી નોટ 9 તમે ઓછામાં ઓછા 1499 રૂપિયામાં ખરીદી શકો છો. ચાલો તમને જણાવીએ કેટલી છે રેડમી નોટ 9ની કિંમત અને ઓફર કઈ રીતે મળશે.
ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે રેડમી નોટ 9, આટલી છે કિંમત
રેડમી નોટ 9નના બેસ મોડલ એટલે કે 4GB+64GB વેરિએન્ટની કિંમત 11999 રૂપિયા છે. જ્યારે 4GB+128GB વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે અને ટોપ એન્ડ 6GB+128GB વેરિએન્ટની કિંમત 13999 રૂપિયા છે. કંપની આ ત્રણેય વેરિએન્ટ પર 10500 રૂપિયા સુધીની એમઆઈ એક્સચેન્જ ઓફરની રજૂઆત કરી રહી છે. એટલે કે તમે જૂના ફોનને એક્સચેન્જ કરી રેડમી નોટ 9 પર 10500 રૂપિયાની છૂટ મેળવી શકો છો. ઓફર કંપનીની ઓફિશિયલ સાઇટ પર મળી રહી છે. માની લો કે જો તમારા જૂના ફોનના એક્સચેન્જ પર તમને 10500 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળે છે તો રેડમી નોટ 9 4GB+64GB તમને માત્ર 1499 રૂપિયા, 4GB+128GB વેરિએન્ટ માત્ર 2499 રૂપિયા અને 6GB+128GB વેરિએન્ટ માત્ર 3499 રૂપિયામાં ખરીદી શકો છો. નોટ- એક્સચેન્જ બોનસની રકમ, જૂના ફોનની કંડીશન અને મોડલ પર નિર્ભર કરશે.
Jio ના ટોપ-3 ડેટા પ્લાન, મળશે 50GB હાઈસ્પીડ ડેટા, શરૂઆતી કિંમત 151 રૂપિયા
કઈ રીતે લેશો એક્સચેન્જ સુવિધાનો લાભ?
1 સૌથી પહેલા ફોન ખરીદવા માટે 'Buy Now' પર ક્લિક કરો.
2. તમારા પસંદગીના વેરિએન્ટને પસંદ કરો, સ્ક્રોલ કરો અને 'Buy With Exchange' ઓપ્શન પર ક્લિક કરો.
3. પિનકોડ ડિટેલ એડ કરો
4. જૂના ફોનનું મોડલ, જેને તમે એક્સચેન્જ કરવા ઈચ્છો છો, તેને સિલેક્ટ કરો.
5. IMEI ડિટેલ અપડેટ કરો.
6. Agree and Apply Credit Now સિલેક્ટ કરો અને જૂના ફોનની બેસ્ટ વેલ્યૂ જાણો.
7. ખરીદી કરવા પર ડિલીવરી એક્ઝિક્યુટિવ ઘર આવી જૂના ફોનને કલેક્ટ કરશે અને નવો ફોન આપી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube