નવી દિલ્હીઃ Gioneeએ પોતાની એમ-સિરીઝમાં નવો સ્માર્ટફોન Gionee M12 લોન્ચ કરી દીધો છે. ખાસ વાત છે કે જિયોનીનો આ હેન્ડસેટ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. એક વર્ઝનમાં મીડિયાટેક હીલિયો પી22 અને બીજામાં મીડિયાટેક હીલિયો એ25 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જિયોનીનો આ લેટેસ્ટ ફોન 5100mAh ની બેટરી સાથે આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gionee M12: કિંમત અને ઉપલબ્ધતા
જિયોની એમ12 હાલ નાઇજીરિયામાં ઓનલાઇન ખરીદવા માટે ઉપલબ્ધ છે. હીલિયો એમ25ની કિંમત  69,400 NGN (આશરે 13300 રૂપિયા) છે. તો હીલિયો પી22 વર્ઝન 75,000 NGN (આશરે 14,000 રૂપિયા)માં ખરીદી શકાય છે. હાલ નાઇજીયિરાની બહાર હેન્ડસેટને ઉપલબ્ધ કરાવવાની કોઈ જાણકારી નથી. 


ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે PUBG, આટલા કરોડની હશે પૂલ પ્રાઇઝ


Gionee M12: સ્પેસિફિકેશન્સ
જિયોની એમ12મા 6.55 ઇંચની એલસીડી એચડી-રેઝોલૂશન ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં એક પંચ-હોલ કટઆઉટ છે જેમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો છે. ફોનના રિયર પર ક્વાડ-કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી, 5 મેગાપિક્સલ અલ્ટા-વાઇડ-એન્ગલ અને 2 મેગાપિક્સલના બે સેન્સર આપવામાં આવ્યા છે. 


જિયોની એમ12મા મીડિયાટેક હીલિયો પી22 અને હીલિયો એ25 પ્રોસેસર છે. હેન્ડસેટમાં 4 જીબી રેમની સાથે 64 જીબી તથા 127 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. સોફ્ટવેરની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 10 પર ચાલે છે. ફોનને પાવર આપવા માટે 5100mAh બેટરી આપવામાં આવી છે જે 10 વોટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો જિયોનીમાં એમ12મા યૂએસપી ટાઇપ-સી, ડ્યૂલ બેન્ડ વાઈ-ફાઈ 5, બ્લૂટૂથ 5.0 અને એફએમ રેડિયો જેવા ફીચર્સ છે. ફોનમાં ડ્યૂલ સિમ કનેક્ટિવિટી અને એલટીઈ સપોર્ટ મળે છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube