નવી દિલ્હી :  રિલાયન્સ જિયો (JIO)ના ગ્રાહકો માટે જબરદસ્ત સમાચાર છે. તેમને 5જી ઇન્ટરનેટ સેવા સ્પેક્ટ્રમ ફાળવણીના 6 મહિનાની અંદર મળી જશે. કંપની આ સુવિધા 2020ના મધ્ય સુધી શરૂ કરી શકે છે. એક સરકારી નિવેદન પ્રમાણે 5જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી 2019ના બીજા છ માસિક તબક્કામાં થઈ જાય છે. દૂરસંચાર સચિવ અરૂણા સુંદરરાજને આ મહત્વની માહિતી આપી છે. 5જી સેવા શરૂ થયા પછી ડાઉનલોડ સ્પીડ 4જીની સરખામણીમાં 50થી 60 ગણી વધી જશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જિયોનું 5જી એલટીઈ નેટવર્ક તૈયાર છે અને સ્પેક્ટ્રમ ફાળવણી પછી પાંચથી છ મહિનાની અંદર ગ્રાહકોને એનો ફાયદો મળવા લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇટીના રિપોર્ટ પ્રમાણે કંપનીએ ઓપ્ટિક ફાઇબર નેટવર્ક ફેલાવાનું શરૂ કરી દીધું છે. દૂરસંચાર સચિવ અરૂણા સુંદરરાજને કહ્યું કે વર્તમાન સ્થિતિ પ્રમાણે આ સ્પેક્ટ્રમ ફાળવણી આવતા વર્ષના બીજા છ માસિક તબક્કામાં થવાની આશા છે. તેમણે કહ્યું છે કે આ 5જી સેવાઓને કારણે દૂરસંચાર કંપનીઓને ઝડપથી બદલાતી બજારની પરિસ્થિતિ તેમજ આગામી પેઢીને વધારે સારી સુવિધાઓ આપવામાં સરળતા મળશે. 


દૂરસંચાર સચિવ અરૂણા સુંદરરાજને કહ્યું કે 5જી સેવા સંપૂર્ણ રીતે સોફ્ટવેરની મદદથી ચાલશે. તેમણે માહિતી આપી છે કે આ પરિક્ષણ સુવિધાની સિસ્ટમ સરકારની નાણાંકીય સહાયની મદદથી આઇઆઇટી મદ્રાસ સહિત અન્ય આઇઆઇટીમાં થઈ રહી છે. આ સિવાય સાર્વજનિક ક્ષેત્રની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર નિગમ ટેલિકોમ લિમિટેડ લિમિટેડ (એમટીએનએલ) માટે 4જી સેવાના સ્પેક્ટ્રમની ફાળવણી આવતા કેટલાક મહિનાઓમાં થઈ જવાની આશા છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...