નવી દિલ્હીઃ ચાઇનીઝ કનેક્શન અને યૂઝર્સના ડેટાની સિક્યોરિટી સાથે જોડાયેલી ચિંતાને જોતા સરકાર તરફથી 200થી વધુ એપ્સ અને ગેમ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમાં શોર્ટ વીડિયો મેકિંગ એપ TikTokથી લઈને પોપ્યુલર બેટલ રોયલ ગેમ  PUBG Mobile પણ સામેલ છે. હવે સામે આવ્યું છે કે  PUBG Mobile ભારતમાં વાપસીની તૈયારી કરી રહ્યું છે અને તે માટે ટેલિકોમ કંપની Airtel ની મદદ લઈ શકે છે. Entrackr ના રિપોર્ટમાં તેની સાથે જોડાયેલી વિગતો શેર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં PUBG Mobileને કરોડો લોકોએ ડાઉનલોડ્સ કરી હતી અને ખાસ કરીને કોરોના વાયરસ લૉકડાઉનમાં આ ગેમ ખુબ રમવામાં આવી હતી. બેન લાગ્યા બાદ PUBG Mobileને મોટા યૂઝરબેસનું નુકસાન થયું છે અને આ કારણ છે કે કંપની એરટેલની સાથે હાથ મિલાવી શકે છે. સામે આવેલા રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ''PUBG Mobile ટેલિકોમ ઓપરેટર એરટેલની સાથે વાત કરી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે બેટલ રોયલ ગેમ પબજી ભારતમાં પરત ફરવાનો દરેક પ્રયાસ કરી રહી છે.'


લાંબો સમય રાહ જોવી પડી શકે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પબજી ભારતમાં ઉમેદવારોના ઈન્ટરવ્યૂ પણ કરી રહ્યું છે અને 4થી 6 વર્ષના અનુભવી કર્મચારીઓની શોધમાં છે. પરંતુ PUBG અને Airtel બંન્ને તરફથી તેના પર કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. હજુ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે PUBG Mobile ભારતમાં Google Play Store કે પછી Apple App Store પર પરત ક્યારે આવશે. તેના માટે ગેમર્સે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. 


Realme: સ્માર્ટફોન પર 5 હજાર સુધી અને સ્માર્ટ TV પર 3 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ  


સાઉથ કોરિયાની કંપની છે PUBG
હકીકતમાં,  PUBG સાઉથ કોરિયાની કંપની છે અને આ ગેમને તેણે ડેવલોપ કરી છે. ચીનની કિંપની Tencentને તેના મોબાઇલ વર્ઝનના ડિસ્ટ્રિબ્યૂશનની જવાબદારી આપી હતી, જે આ ગેમને ચાઇનીઝ કનેક્શન અને ભારતમાં પ્રતિબંધ લાગવાનું કારણ બન્યું. આ ગેમ બેન થયા બાદ સારા ગ્રાફિક્સ સાથે બેટલ રોયલ અનુભવ આપનાર  Call of Duty ઝડપથી પોપ્યુલર થઈ છે. લોન્ચ થયા બાદ પ્રથમ 20 દિવસમાં આ ગેમને 10 કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube