Maruti Suzuki cuts prices: દેશની સૌથી મોટી ઓટો મેકર મારૂતિ સુઝુકી ઇન્ડીયા (MSI) એ કારના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. એક્સચેંજ ફાઇલિંગ અનુસાર કંપનીએ 1 જૂનના રોજ પોતાના ગિયર શિફ્ટ (AGS) લાઇનઅપના અલગ-અલગ મોડલના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીએ કહ્યું કે કિંમતમાં આ ઘટાડો  Alto K10, S-Presso, Celerio, Wagon-R, Swift, Dzire, Baleno, Fronx, and Ignis સહિતના ઘણા મોડલો પર લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ સત્તાવાર નિવેદનમાં કિંમતમાં ઘટાડાનો ખુલાસો કર્યો છે, પરંતુ આ નિર્ણય પાછળ કોઇ ચોક્કસ કારણ જણાવ્યું નથી. જોકે કંપની પોતાના AGS વેરિએન્ટને વધુ વ્યાજબી બનાવવાના ઇરાદા પર ભાર મુક્યો છે. કંપનીએ શનિવારે (1 જૂન) પોતાના તમામ મોડલના AGS (ઓટો ગિયર શિફ્ટ) વેરિએન્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. કંપની પોતાના અલગ-અલગ મોડલોના ભાવમાં 5000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 


New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકો
Bank Holiday: જૂનમાં 1,2 નહી પુરા 11 દિવસ બેંકો રહેશે બંધ, ચેક કરી લેજો રજાઓની યાદી


નિવેદનમાં કહ્યું કે તમામ મોડલ (Alto K10, S-Presso, Celerio, Wagon-R, Swift, Dzire, Baleno, Fronx & Ignis) ના  AGS વેરિએન્ટની કિંમતોમાં 5,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કિંમતો 1 જૂન 2024 થી લાગૂ થશે. 


New Rules: કામના સમાચાર, આધારથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધી આજથી બદલાઇ ગયા નિયમો
DL Rules: આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, ભૂલ કરી તો ભરવો પડશે ₹25000 દંડ


ઓટો ગિયર શિફ્ટ AGS એક ઓટોમેટિક ટ્રાંસમિશન ટેક્નોલોજી છે જે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાંસમિશન બંને બેનિફિટ્સને જોડે છે. આ ઓટોમેટિક ટ્રાંસમિશનમાં એક ઇંટેલિજેન્ટ શિફ્ટ કંટ્રોલ એક્ટ્યૂએટર સામેલ છે, જે ટ્રાંસમિશન ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલર યૂનિટ દ્વારા સંચાલિત હોય છે.