નવી દિલ્હી: સર્ચ એન્જિન કંપની Google તેના ફ્લેગશિપ સ્માર્ટફોન Pixel 5 અને Pixel 4a 5Gનું પ્રી-ઓર્ડર બુકિંગ 8 ઓક્ટોબરથી શરૂ કરી શકે છે. Googleએ તાજેતરમાં જ Pixel 4a સ્માર્ટફોન અને આ સ્માર્ટફોનના 5G વર્ઝન સાથે Pixel 5ને લોન્ચ કર્યો છે. Google Pixel 4a સ્માર્ટફોનની કિંમત કંપની દ્વારા 349 (લગભગ 26,300 રૂપિયા) રાખવામાં આવી છે. ગૂગલ ઓક્ટોબરમાં Pixel 4a સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. હાલ તે ભારતમાં ઉપલબ્ધ થશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Xiaomi લોન્ચ કરશે રિમૂવેબલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન


પિક્સલ 5 ફ્લેગશિપ સ્માર્ટફોન
Pixel 5 સ્માર્ટફોન Googleનો 2020નો ફ્લેગશિપ સ્માર્ટફોન છે. જો કે, આ સ્માર્ટફોનની લોન્ચ તારીખ હાલમાં જાહેર કરવામાં આવી નથી. કોરોના વાયરસ સંક્રમણને કારણે, તમામ સ્માર્ટફોન મેન્યૂફેક્ચર્સ જેમ કે, એપલના અપકમિંગ પ્રોડક્ટનું લોન્ચિંગ વિલંબિત થઈ રહ્યા છે. આ માહિતી ગૂગલના ફ્રાન્સ યુનિટ દ્વારા લખાયેલા બ્લોગ પરથી મળી છે. જોકે પછીથી આ બ્લોગ પરથી તારીખને હટાવી દેવામાં આવી, પરંતુ કેટલાક લોકોએ તારીખ હટાવતા પહેલા તેનો સ્ક્રીનશોટ રાખ્યો હતો, ત્યારબાદ આ માહિતી બહાર આવી છે. Google Franceએ બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે પૂર્વ ઓર્ડર 8 ઓક્ટોબર 2020થી શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં, સ્માર્ટફોનના શિપિંગની રાહ જોઈ પડી શકે છે.


આ પણ વાંચો:- Samsung નો નવો Note20 સ્માર્ટફોન આ મહીને ભારતમાં થશે લોન્ચ, ફોલ્ડ 2 સાથે લોન્ચ કરી ઘણી પ્રોડક્સ


ગૂગલની આ બ્લોગ પોસ્ટનો સ્ક્રીનશોટ Twitter પર (Maxime (@monog0n) નામના યૂઝર્સે ટ્વિટર પર શેર કર્યો છે, જણે સૌથી પહેલા 9to5Googleએ સપોર્ટ કર્યો હતો. હાલમાં, Google Pixel 5 સ્માર્ટફોનના યૂનિક ફિચર્સ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. ગયા વર્ષે Pixel 4 સ્માર્ટફોનમાં મોશન સેન્સ જેસ્ચર અને એસ્ટ્રોફોટોગ્રાફી મોડ જેવી ફિચર્સ ઉમેરવામાં આવ્યા હતા. ગૂગલે તેના પોસાય Google Pixel 4a સ્માર્ટફોનમાં એસ્ટ્રોફોટોગ્રાફી મોડ પણ આપ્યો છે. આ ફોન Flipkart પર ઓક્ટોબરમાં ભારતમાં વેચાણ માટે આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube