નવી દિલ્લીઃ ઈન્ટરનેટની ફાસ્ટ લાઈફમાં નેટ બ્રાઉસિંગ સમયે સિક્યોરિટી ખુબ જરૂરી છે. ઘણીવાર નવી કોઈ વેબસાઈટ અથવા પેજ ખોલવાથી આપણા PCમાં વાયરસ આવી શકે છે. જેને પગલે ગૂગલ ક્રોમ(GOOGLE CHROME)એ પોતાની સિક્યોરિટીમાં વધારો કર્યો છે. આવો જાણીએ ગૂગલ ક્રોમના સિક્યોરિટી ફીચર અંગેની માહિતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GOOGLE CHROMEને મોટા ભાગે લોકો પ્રાઈમરી બ્રાઉઝર તરીકે ઉપયોગ કરતા હોય છે. તેના યુઝર એક્સપીરિયંસને કારણે લોકો તેને વધુ પસંદ કરી રહ્યાં છે. આ વચ્ચે ખબર આવી છે કે GOOGLE CHROME પોતાની સિક્યોરિટી વધારી રહ્યું છે. જેમાં હવે કોઈ પણ મેલવેયર યુઝરની પરવાનગી વગર ડાઉનલોડ નહીં થાય.

ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!

GOOGLE પોતાના CHROME બ્રાઉઝરને સેફ રાખવા સતત કામ કરતું રહે છે. ત્યારે હવે તેને નુકસાનકારક ડાઉનલોડ્સ અથવા એક્સટેંશનથી બચાવશે. આ માટે નવા ફીચરને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરથી નુકસાનકારક ડાઉનલોડ અથવા એક્સટેંશન વિશે જાણવા મળશે. આ નવા ફીચર ENHANCED SAFE BROWSINGનો એક ભાગ છે. આ ફીચરને ગૂગલે ગત વર્ષે લોન્ચ કર્યું હતું. જો તમે કોઈ ફાઈલને ડાઉનલોડ કરી રહ્યાં છો જે નુકસાનકારક છે, તો CHROME તેને ગૂગલ પર સ્કેન કરવા માટે સેન્ડ કરશે. ENHANCED SAFE BROWSINGથી GOOGLE CHROME હવે રિસ્કી ફાઈલ ડાઉનલોડ કરવા સમયે વધુ સુરક્ષા પ્રદાન કરશે.

Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...

વધુ એનાલિસીસ માટે GOOGLE SAFE BROWSING પર ફાઈલ અપલોડ થઈ જશે. જો ફાઈલ સુરક્ષિત નહીં હોય તો ગૂગલ તેને લઈ ચેતવણી આપશે. આ ઓપશન એક્સટ્રા સેફટી માટે આપવામાં આવ્યું છે. યુઝર્સ સ્કેન કર્યા વગર પણ ફાઈલને ડાઉનલોડ કરી શકશે. વિશેષજ્ઞોની માન્યે તો સ્કેન વગર કોઈ પણ ફાઈલને ડાઉનલોડ ન કરવી જોઈએ. યુઝરની પ્રાઈવસી તેમજ સુરક્ષા માટે આ ફીચર હોવું બહું જરૂરી છે. CHROME 91 સાથે આ ફીચરને તમામ લોકો માટે રજૂ કરવામાં આવશે. ENHANCED SAFE BROWSINGને અનેબલ કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈ PRIVACY AND SECURITYમાં SAFE BROWSING ON ANDROID ઓપશન પર જવું પડશે.

અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube