Gmail થયું ડાઉન, ભારત સહિત વિશ્વના કરોડો યૂઝર્સ પરેશાન
Google ની ઈ-મેલ સર્વિસ જીમેલને ઓપન કરવામાં યૂઝર્સને મુશ્કેલી આવી રહી છે. ડેસ્કટોપ અને એપ બંને પર જીમેલની સર્વિસ પ્રભાવિત થઈ છે.
નવી દિલ્હીઃ Gmail Down: ગૂગલ મેલ સર્વિસ એટલે કે Gmail દુનિયામાં લાખો કરોડો યૂઝર્સ માટે ઠપ થઈ ગયું છે. Downdetector.com એ તેનો ખુલાસો કરતા કહ્યું કે જીમેલ ટપ પડવાનું કારણ એક સ્પાઇક છે. ભારતમાં ઘણા જીમેલ યૂઝર્સે ફરિયાદ કરી છે કે તેમનું જીમેલ કામ કરી રહ્યું નથી. જીમેલની સાથે-સાથે જીમેલ ઇન્ટરપ્રાઇઝેસ સર્વિસ પણ તેનાથી પ્રભાવિત થઈ છે. દુનિયામાં જીમેલના 1.5 બિલિયન યૂઝર છે.
જીમેલે એપ સર્ચમાં સુધાર કર્યો છે
નવા અપડેટમાં Gmail એપમાં સર્ચમાં સુધાર કરવામાં આવ્યો છે. જુલાઈમાં, Gmail માં વધુ સારા સર્ચ અને સૂચન વિકલ્પો અંગે જાહેરાત કરવામાં આવી હતી. હવે ગૂગલનું કહેવું છે કે તેની ફ્રી ઈમેલ સર્વિસ હવે યુઝર્સને વધુ સારા સર્ચ રિઝલ્ટ આપવા માટે કામ કરશે. બ્લોગ પોસ્ટ અનુસાર, આ અપડેટ જીમેલ એપમાં તાજેતરની સર્ચ પ્રવૃત્તિના પરિણામોના આધારે બહાર પાડવામાં આવ્યું છે. આ અપડેટ શોધ પરિણામોને વધુ સુસંગત બનાવશે.
ગૂગલ શીટ પણ થઈ રહી છે અપડેટ
પિવટ ટેબલના ફંક્શનમાં સુધાર માટે કંપની Google Sheets ને પણ અપડેટ કરી રહી છે. સ્પ્રેડશેટ એપ હવે યૂઝર્સને ક્રિએટ કે એડિટ કરતા સમયે પિવટ ટેબલના આકારને બદલવાની સુવિધા આપશે. ગૂગલનો દાવો છે કે આ સુવિધા માટે લોકોએ ખુબ રજૂઆત કરી હતી. આ સુવિધા ત્યારે ઉપયોગમાં આવશે, જ્યારે કોલમના નામ કે ટાઇટલ લાંબા હશે. Google Meet કોલને ગૂગલ ડોક્સ, શીટ્સ યા સ્લાઇડ્સથી પ્રેઝન્ટ કરવાની પાવરની જાહેરાત કર્યા બાદ ગૂગલ હવે યૂઝર્સને ફાઇલ્સને મીટ ચેટમાં શેર કરવાની સુવિધા આપશે. તેવામાં મીટિંગ અટેન્ડ કરનાર યૂઝર્સ હવે ચેટ સુવિધાનો ઉપયોગ કરી તેમાં ફાઇનલને શેર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube