નવી દિલ્હી: ગૂગલએ તેના પ્લે સ્ટોરથી વાયરસ ફેલાવનારા 22 એપ્સની હટાવી દીધા છે. બ્રિટેનની સાઇબર સિક્યોરિટી કંપની સોફોસે આ એપ્સમાં વાયરસ હોવાની વાત કરતા એક બ્લોગ પોસ્ટ લખી હતી. કંપનીએ એ પણ બતાવ્યું કે, એપ્સના કારણે યુઝર્સનો મોટા ભાગનો ડેટા યુઝ થઇ જાય છે. 22મેથી 19 એપ્સ આ વર્ષે જૂનમાં પ્લે સ્ટોર પર આવ્યા હતા. રિપોર્ટમાં બતાવામાં આવ્યું છે, કે આ એપ્સને એન્ડ્રોઇડ યૂઝર્સે 2 મિલિયનથી પણ વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોફોસે તેની તપાસમાં જાણ્યું કે, એપ્સ Andr અને Clickr એડ નેટવર્ક સાથે જોડાયેલી છે. સાદી ભાષામાં કહીએતો આ એપ્સ એડ નેટવર્ક પર ખોટા ક્લિક કરીને રેવન્યુ જનરેટ કરાવે છે. અને ફેક રિકવેસ્ટ મોકલે છે. Andr/Clickr એક સંગઠિત કંપની છે. જે યૂઝર્સની સાથે સાથે એક એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ માટે અત્યંત નુકસાન કારક છે.


ગૂગલે પાછલા સ્પાતાહે તેના એક નિવેદનમાં કહ્યું, કે ‘અમે અમારા પ્લેટફોર્મ પર કપટ અને દૂષિત વર્તણૂંકને  ગંભીરતાથી લઇએ છીએ.’ ગૂગલે કહ્યું કે આ નિવેદન CM File Manager અને Kika Keyboardને પ્લે સ્ટોરથી હટાવી દીધા બાદ આપ્યું હતું. જો તમે પણ આ એપ્સને ડાઉનલોડ કરીને રાખી હોય તો વહેલી તકે તેને ડિલીટ કરી દેવી તમારા માટે ફાયદા કરાક છે. 


વધુ વાંચો...ફોનમાં હોય HDFCની મોબાઇલ એપ તો જાણી લો ખાસ સમાચાર, કામ લાગશે


1. પાર્કલ ફ્લેશલાઇટ (Parkle FlashLight)
2 સ્નેક એટેક( Snake Attack)
3. મૈથ સૉલ્વર (Math Solver)
4. શેપસ્પોટર (ShapeSorter)
5. ટેક અ ટ્રીપ (Tak A Trip)
6. મેગ્નિફાય (Magnifeye)
7. જોઇન અપ (Join Up)
8. જોમ્બી કિલર (Zombie Killer)
9. સ્પેસ રોકેટ (Space Rocket)
10. નિયૉન પોન્ગો (Neon Pong)
11. જસ્ટ ફ્લેશલાઇટ (Just Flashlight)
12. ટેબલ સોસર (Table Soccer)
13. ક્લિફ ડ્રાઇવર (Cliff Diver)
14. બોક્સ સ્ટેક (Box Stack)
15. જેલી સ્લાઇસ (Jelly Slice)
16. એકે બ્લેકજેક (AK Blackjack)
17. કલર ટાઇલ્સ (Color Tiles)
18. એનીમલ મેચ (Animal Match)
19. રૂલેટ મેનિયા (Roulette Mania)
20. હેક્સા કોલ (HexaFall)
21. હેક્સા બ્લોક્સ हेक्सा ब्लॉक्स (HexaBlocks)
22. પેયરજેપ (PairZap)