ગૂગલની ખતરનાક એપ્સની થઈ ઓળખ, તમારા મોબાઇલમાં હોય તો ફટાફટ ડિલીટ કરી દેજો
Dangerous App on Google play Store: જો તમે પણ એન્ડ્રોયડ સ્માર્ટફોન યૂઝર છો અને ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનલોડ કરો છો તો તમારે સતર્ક રહેવું જોઈએ, કારણ કે ગૂગલ પ્લે સ્ટોર પર ખતરનાક એપ્સની ઓળખ થઈ છે.
નવી દિલ્હીઃ ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી ખતરનાક એપ્સની ઓળખ થઈ છે, જે યૂઝર્સની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ ખતરનાક છે. આમ તો ગૂગલ પ્લે સ્ટોર સુરક્ષિત એપ સ્ટોર માનવામાં આવે છે. પરંતુ કેટલીક ખતરનાક એપ્સ ગૂગલની સુરક્ષાને બાયપાસ કરી ગૂગલ પ્લે સ્ટોર પર એન્ટ્રી કરી લે છે, જેને સામાન્ય યૂઝર્સ ડાઉનલોડ કરી લે છે. તેવામાં તે મેલવેયર એપ્સ મોબાઇલમાં એન્ટ્રી કરી લે છે, જે બેન્કિંગ ફ્રોડનું કારણ બને છે.
ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટ ખતરનાક એપની થઈ ઓળખ
સિક્યોરિટી કંપની Cyfirma તરફથી શંકાસ્પદ એપની શોધ કરવામાં આવી છે. તેને SecurlTY ઈન્ડસ્ટ્રી એકાઉન્ટ નામથી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એટલા માટે ખતરનાક છે, કારણ કે આ બધા DoNot થ્રેટ ગ્રુપથી કનેક્ટેડ છે. આ પ્રકારની મોબાઇલ એપ્સ એશિયાના ઘણા દેશોમાં એક્ટિવ છે, તેમાં પાકિસ્તાનની સાથે કાશ્મીર સામેલ છે. SecurlTY ઈન્ડસ્ટ્રીના એકાઉન્ટ રિપોર્ટ પ્રમાણે ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટેડ ખતરનાક એપ્સની ઓળખ થઈ છે, જેમાં ડિવાઇસ બેસિક પ્લસ, એનસ્યોર ચેટ અને iKHfaa વીપીએન સામેલ છે. તપાસમાં સામે આવ્યું કે એનસ્યોર અને iKHfaa VPN માં મેલિશિયપ કેરેક્ટર જોવા મળે છે.
આ પણ વાંચોઃ જિયોના આ બે પ્લાન્સમાં મળે છે પૈસા વસૂલ ઓફર, 365 દિવસ સુધી ડેટા અને કોલિંગનો ફાયદો
કઈ રીતે કરો બચાવ
ગૂગલ પ્લે સ્ટોર પર કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેનું રેટિંગ ચેક કરો. એપ ડાઉનલોડ કરતા પહેલા તેની સમીક્ષા પણ વાંચો. એપ ડાઉનલોડ કરતા પહેલા તેના નામની સ્પેલિંગ પર ધ્યાન આપો. જો કંઈપણ શંકાસ્પદ લાગે તો તે એપ ડાઉનલોડ કરશો નહીં. જો તમે ફોનમાં આ એપ્સ ડાઉનલોડ કરી હોય તો તેને અનઇન્સ્ટોલ કરો. થર્ડ પાર્ટી સ્ત્રોતોમાંથી કોઈપણ એપ્સ ડાઉનલોડ કરશો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube