નવી દિલ્હી: સર્ચ એન્જીન કંપની ગૂગલે એંડ્રોઇડ 11નું બીટ વર્જન લોન્ચ કરી દીધું છે. જોકે શરૂઆતમાં આ વર્જન ફક્ત સિલેક્ટેડ સ્માર્ટફોન પર જ મળશે. આ વર્જન તે લોકો માટે વધુ કારગત છે, જે હાલ વાતચીત માટે ગૂગલ (Google Meet)નો સહારો લે છે. જોકે આ અપડેટ પહેલાં આવવાની હતી. પરંતુ અમેરિકામાં નસ્લવિરોધી આંદોલન અને ન્યાય માટે તેને થોડા દિવસો માટે ટાળી દેવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળશે ગૂગલ મીટ
એંડ્રોઇડ 11માં તમામને ગૂગલને મીટ પણ મળશે. જેથી તે મોટી મીટિંગ્સને આયોજિત કરી શકે. તો બીજી તરફ પરિવાર માટે ડૂયો પર ડૂડલ બનાવી શકે અને માસ્ક જેવા ઇફેક્ટના નાખવાની સુવિધા પણ મળશે. આ સાથે જ ઘણા મેસેજિંગ એપ્સના નોટિફિકેશન પણ એક જ જગ્યાએ મળી શકશે, જેથી લોકોને ખૂબ સરળતા રહેશે. 


આ બીટા વર્જનને લોન્ચ કરતાં ગૂગલના વીપી એંડ્રોઇડ એન્જીનિયરિંગ ડેવ બુરકેએ કહ્યું કે લોકો હવે મીટીંગ દરમિયાન ડૂ નોટ ડિસ્ટર્બ સેટિંગની પણ સુવિધા મળશે. તો બીજી તરફ યૂજર્સ પાવર બટનએ લાંબા સમય સુધી દબાવી રાખતાં જલદી એક્સેસ અને કંટ્રોલ કરવાની સુવિધાને લોન્ચ કરવામાં આવી છે. 


આ સ્માર્ટફોન પર થશે ઉપલબ્ધ
એંડ્રોઇડ 11 બીટી વર્જન અત્યારે આ ફોન્સ પર ઉપલબ્ધ થશે...
- Google Pixel 2
- Google Pixel 2 XL
- Google Pixel 3
- Google Pixel 3 XL
- Google Pixel 3a
- Google Pixel 3a XL
- Google Pixel 4
- Google Pixel 4 XL

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube