નવી દિલ્હી : હવે તમે તમારા સ્માર્ટ ટીવીથી વીડિયો કોલિંગ પણ કરી શકશો. સર્ચ એન્જિન કંપની ગૂગલ (Google)એ એંડ્રોઈડ ટીવી પર પોતાના ડૂઓ એપ (Duo App)ને લોન્ચ કર્યું છે. સર્ચ એન્જિન જાયન્ટએ આ અઠવાડિયાની શરૂઆતમાં એપ આવવાની વાત કરતા કહ્યું હતું કે આ એંડ્રોઈડ ટીવી માટે બીટામાં ઉપલબ્ધ થશે. 9To5Google ની એક રિપોર્ટ મુજબ કોઈપણ વ્યક્તિ આ બીટા વર્જનને ફોન કે પીસી બ્રાઉઝર દ્રારા ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પરથી ડાઉનલોડ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડૂઓને હોમ સ્ક્રિન કે એપ ટ્રે થી જોડી શકાશે નહી. તેને ખોલવાને એક માત્ર ઉપાય એ છે કે સેટિંગ એપ કે સાઈડલેંડ લોન્ચરનો ઉપયોગ કરવો પડશે. વોઈસ-ઓનલી કોલ્સ માટે આ તે માઈક્રોફોનનો ઉપયોગ કરે છે જે રિમોટ કંટ્રોલમાં અત્યારે છે. પરંતુ યૂઝર અત્યાર સુધી એંડ્રોઈડ ટીવી પર Google ડૂઓ પર કોલ પ્રાપ્ત નહી કરી શકે. થઈ શકે કે ગૂગલ આવનાર દિવસોમાં એપના અપડેટેડ વર્ઝનમાં આ સુવિધાને આપે. 


Google Duo ની મદદથી એંડ્રોઈડ ટીવી દ્રારા તમે ગ્રુપ કે વન ટુ વન વીડિયો કોલિંગ કરી શકો. તમારા ટીવીમાં કેમેરો નથી તો તમે ટીવીથી વીડિયો કોલિંગ કરવા માટે યૂએસબી કેમેરાનો ઉપયોગ કરી શકો છો. આજ ખબર છે કે ગૂગલ જલ્દી જ Google Duo ને ગુગલ મીટ સાથે રિપ્લેસ કરવાનું છે. 


કહેવામાં આવી રહ્યું છે કે આ મર્જર પછી નવી એપનું નામ ‘Duet' (Duo + Meet) રાખવામાં આવશે. જણાવી દઈએ કે ગૂગલએ થોડા દિવસ પહેલા જ ગુગલ ડૂઓના વેબ વર્જન પર એક સાથે 32 લોકોને વીડિયો કોલિંગ કે વીડિયો કોન્ફેસિંગ કરવાની સુવિધા આપી હતી. કંપનીએ ગૂગલ ડૂઓમાં ફેમિલી મોડ પણ આપ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube