નવી દિલ્હી: ગૂગલે 15 ઓક્ટોબરના ન્યૂ યોર્કમાં યોજાયેલા એક ઇવેન્ટમાં પોતાની નવી Pixel 4 Series લોન્ચ કરી છે. આ સીરીઝમાં કંપનીએ Pixel 4 અને Pixel 4 XL સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. નવા સ્માર્ટપોન અપગ્રેડ કેમેરા, ફાસ્ટ ચિપસેટ અને પહેલાથી વધારે રેમની સાથે લોન્ચ કર્યા છે. ભારતમાં ગૂગલ પિક્સલ ફ્રેન્સ માટે આ ઘણી નિરાશાજનક વાત છે કે, Google Pixel 4 અને Pixel 4 XL ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા નથી. તેમ છતાં તમે આ બંને ફોન વચ્ચેના અંતર (Google Pixel 4 vs Pixel 4 XL) વિશે જાણવા માગો છો તો અમે તેમને આ બંને ફોન વચ્ચેનું અંતર જણાવવા જઇ રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Reliance Jio ના પ્રીપેડ રિચાર્જ પર હવે નહી મળે ફૂલ ટોક ટાઇમ


ગૂગલ પિક્સલ 4 અને પિક્સલ 4 XLની પ્રાઇઝ
પિક્સલ 4ની કિંમત $799 (લગભઘ 57,000 રૂપિયા) છે. ત્યારે પિક્સલ 4 XLની કિંમત $899 (લગભગ 64,000 રૂપિયા) છે. આ કિંમત તેના 64GB સ્ટોરેજ વેરિએન્ટની છે. આ ઉપરાંત તેનું એક 128GB મોડલ પણ છે. પરંતુ કંપનીએ હાલમાં તેની કિંમતનો કોઇ ખુલાસો કર્યો નથી.


આ પણ વાંચો:- એરબસ ફ્લાઈટમાં 'ટેક્સીબોટ'નો ઉપયોગ કરનારી વિશ્વની પ્રથમ એરલાઈન્સ બની એર ઈન્ડિયા


ગૂગલ પિક્સલ 4 અને પિક્સલ 4 XLની ડિસ્પ્લે
બંને સ્માર્ટફોનમાં સૌથી મોટો તફાવત ડિસ્પ્લે સાઇઝનો છે. પિક્સલ 4માં 5.7 ઈંચ FHD+ ડિસ્પ્લે સામેલ છે. જે 1080x2280 Pixels રિઝોલ્યૂશનની સાથે આવે છે. પિક્સલ 4 XLમાં 6.3 ઈંચ QHD+ ડિસ્પ્લે છે. જે 2560x1440 Pixels રિઝોલ્યૂશનની સાથે આવે છે. બંને સ્માર્ટફોનમાં OLED ડિસ્પ્લે પેનલ છે, જેનો સ્ક્રીન રિફ્રેશ રેટ 90Hz છે.


આ પણ વાંચો:- 64MP વાળો Realme X2 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ


ગૂગલ પિક્સલ 4 અને પિક્સલ 4 XLની બેટરી
બીજો સૌથી મોટો તફાવત તેની બેટરીમાં છે. પિક્સલ 4માં 2,800mAH બેટરી છે. જ્યારે પિક્સલ 4 XLમાં 3,700mAH બેટરી આપવામાં આવી છે. બંને સ્માર્ટપોન 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ચાર્જીગ અને ડેટા ટ્રાન્સ્ફર માટે તેમાં USB Type-C કનેક્ટિવિટી આપવામાં આવી છે.


આ પણ વાંચો:- શોપિંગ કરશો તો ફ્રીમાં મળી શકે છે આ 5 કરોડની કાર, કરવું પડશે આ કામ


એક સરખા ફિચર્સ
Pixel 4 અને 4 XL માં Qualcomm Snapdragon 855 ચિપસેટ આપવામાં આવી છે. જે ઓક્ટા-કોર પ્રસેસર છે અને 7nm પ્રોસેસ પર બન્યું છે. Google Pixel 4 અને Pixel 4 XL સ્માર્ટફોન લેટેસ્ટ Android 10 OSની સાથે આવે છે. આ ઉપરાંત કેમેરાના મામલે પણ બંને સ્માર્ટફોન એક જવા છે. Pixel 4 seriesમાં કુલ ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. તેમાંથી બે કેમેરા પાછળ અને એક કેમેરો આગળ આપવામાં આવ્યો છે. રિયર સેટઅપમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 16 મેગાપિક્સલનો સેકેન્ડ્રી કેમેરો આપવામાં આવ્યો છે. Pixel 4માં 2x ટેલીફોટો લેન્સ સામેલ છે. પરંતુ આ ઓપ્ટિકલ અને ડિઝિટલ ઝૂમનો હાઇબ્રિડ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડ્યૂઅલ એક્સપોઝર કંટ્રોલ સાથે Live HDR+ ફિચર્સ અને શાનદાર પ્રોટ્રેટ મોડની સાથે આવે છે. આ ઉપરાંત તેમાં નવી નાઇટ સાઇટ એસ્ટ્રોફોટોગ્રાફી મોડ સામેલ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- લિથિયમ–આર્યન બેટરીના ઉત્પાદનમાં ગુજરાત ગ્લોબલ મેન્યૂફેકચરીંગ હબ બનશે


Pixel 4 Seriesમાં 6GB સુધી રેમ અને 128GB સુઘીની સ્ટોરેજ આપવામાં આવી છે. બંને સ્માર્ટફોનમાં ફેસ અનલોક ફીચર પણ સામેલ છે. આ સ્માર્ટફોનની એક ખાસિયત તેમાં સામેલ ઇન ડિસ્પ્લે ફ્રિંગરપ્રિંટ સેન્સર છે. જે કંપનીએ તેમના સ્માર્ટપોનમાં પહેલી વખત રજૂ કરી છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi, Bluetooth અને GPS સામેલ છે. Pixel 4 Series IP68 રેટિંગની સાથે આવે છે. જેનો અર્થ છે કે, આ સ્માર્ટપોન ધૂળ અને પાણીને રસિસ્ટ કરશે.


જુઓ Live TV:- 


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...