ઝી બ્યૂરો, અમદાવાદઃ આજકાલ સોશિયલ મીડિયામાં વીડિયો કોન્ફરેન્સિંગ માટે અનેક એપ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. જેવા કે ઝુમ એપ, સ્કાઈપ, વ્હોટ્સેપ મેસેન્જર, ગૂગલ ડુઓ, ગૂગલ મીટ. જો કે ગૂગલ મીટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગૂગલ મીટના યુઝર્સ હવે માત્ર એક કલાક સુધી જ ફ્રી વીડિયો કોન્ફરેન્સિંગ કરી શકશે. 55 મિનિટ પૂરા થતા તમને એક નોટિફિકેશન આપવામાં આવશે. જેમાં કોલ ખતમ કરવાની વાત કરવામાં આવશે.


પરસેવાની સમસ્યાથી પરેશાન છો? ટેન્શનના લેશો, કરો આ ઉપાય અને પરસેવાને કહીં દો બાય-બાય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળમાં વીડિયો કોન્ફરેન્સિંગનો ટ્રેન્ડ ખુબ વધ્યો છે. IT ટીમ માટે બનાવવામાં આવેલા ઝુમ મીટિંગ એપની તો જાણી કિસ્મત ચમકી ઉઠી. ઝુમ એપને ટક્કર આપવા અનેક કંપનીઓએ સમાન ફીચર્સ સાથે પોતાના એપ્સ લોન્ચ કર્યા. આ એપ્સમાં વધુ સુવિધા પણ આપવામાં આવી છે. ગૂગલ મીટ પણ આમાંથી એક છે. ગૂગલ મીટ અત્યાર સુધી ફ્રી હતું, જો કે હવે તમારે આ માટે રૂપિયા આપવા પડશે...ગૂગલ મીટના યુઝર્સ હવે માત્ર એક કલાક સુધી જ ફ્રી વીડિયો કોન્ફરેન્સિંગ કરી શકશે. 55 મિનિટ પૂરા થતા તમને એક નોટિફિકેશન આપવામાં આવશે. જેમાં કોલ ખતમ કરવાની વાત કરવામાં આવશે. જો તમે કોલિંગ ચાલુ રાખવા માગો છો તો તમારે મેંબરશિપ લેવી પડશે.


Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?


જો તમે ફ્રીમાં ગૂગલ મીટથી લાંબા સમય માટે વીડિયો કોલિંગ કરવા માગો છો તો તમારે દર મહિને રૂપિયા ખર્ચવા પડશે. 1 કલાકથી વધુની વીડિયો કોલિંગ માટે તમારે ગૂગલ વર્કસ્પેસમાં મેંબરશિપ લેવી પડશે. જેના માટે તમારે 9.99 ડોલર એટલે કે 750 રૂપિયા પ્રતિ મહિને આપવા પડશે. વગર મેંબરશિપવાળા યુઝર્સને 60 મિનિટ સુધી ફ્રી કોલિંગ સુવિધા મળશે.


બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ


આપને જણાવી દઈએ કે ગૂગલે ગત વર્ષે એલાન કર્યું હતું કે જો તમારી પાસે ગૂગલ એકાઉન્ટ છે તો વગર કોઈ સમય સીમાએ 100 લોકો એકસાથે ફ્રી મીટિંગ કરી શકશે. ગૂગલ મીટને એપ્રિલ 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ગૂગલે ગત વર્ષે મલ્ટીમીડિયા એપ હેંગઆઉટથી ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર હટાવ્યું હતું. ત્યારબાદ ગૂગલે હેંગઆઉટના યુઝર્સને પોતાના બીજા વીડિયો કોલિંગ એપ ગૂગલ મીટ પર રી-ડાયેરેક્ટ કર્યા હતા.

Mythology: ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાન શિવ પહેલાં થાય છે રાવણની પૂજા! જાણો શું છે એના પાછળનું રહસ્ય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube