Google Pixel Fold નો વીડિયો થયો લીક! લોન્ચ પહેલા જુઓ ફોનની ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ
Google I/O 2023: Google તેની આગામી I/O ઇવેન્ટમાં Pixel Fold સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ દરમિયાન, આ ફોલ્ડેબલ ફોનની એક નાની ક્લિપ ઇન્ટરનેટ પર લીક થઈ છે.
Google Pixel Fold: ધીમે ધીમે ફોલ્ડેબલ સ્માર્ટફોનનું માર્કેટ વધી રહ્યું છે અને ટેક કંપનીઓ પણ આ દિશામાં મોટી પ્રગતિ કરી રહી છે. અત્યાર સુધી સેમસંગ, Vivo, Oppo વગેરે જેવી ઘણી કંપનીઓએ તેમના ફોલ્ડેબલ ફોન બજારમાં લોન્ચ કર્યા છે. હવે ટેક જોઈન્ટ ગૂગલ પણ આ રેસમાં સામેલ થવા જઈ રહ્યું છે. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની પોતાની આવનારી I/O ઇવેન્ટમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ પિક્સેલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. લોન્ચ પહેલા આ સ્માર્ટફોનની એક નાની ક્લિપ ઈન્ટરનેટ પર લીક થઈ છે.
અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
શુકનનો દિવસ છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું
Breaking News Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલ સિંહનું પોલીસ સમક્ષ સરન્ડર
ગૂગલનો પહેલો ફોલ્ડેબલ ફોન આવો દેખાય છે
કંપનીની I/O ઇવેન્ટ 10 મેના રોજ યોજાવાની છે. ગૂગલ આ ઇવેન્ટમાં એન્ડ્રોઇડ 14 પણ રજૂ કરશે. Kuba Wojciechowski નામના ટિપસ્ટરે ટ્વિટર પર ગૂગલ પિક્સેલ ફોલ્ડનો 6 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો અનુસાર ફોનની મુખ્ય સ્ક્રીન પર ફ્રન્ટ કેમેરા હશે. આ ઉપરાંત, તમને ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ રોકર કીઝ મળશે. વીડિયોમાં કોઈ Google લોગો દેખાતો નથી. જો કે, ટીપસ્ટરે કમેન્ટમાં પુષ્ટિ કરી છે કે આ Google Pixel ફોલ્ડ છે.
આટલી હોઈ શકે છે કિંમત
Google Pixel Foldમાં 5.8 ઇંચની સબ સ્ક્રીન અને 7.6 ઇંચની મુખ્ય સ્ક્રીન મળી શકે છે. આ સ્માર્ટફોન Google Tensor G2 પ્રોસેસર સાથે આવી શકે છે. આ સ્માર્ટફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે, જેમાં 12/256GBની કિંમત લગભગ $1,799 (1.47 લાખ) અને 12/512GBની કિંમત $1,919 (1.57 લાખ) હોઈ શકે છે.
લીક્સ અનુસાર, મોબાઇલ ફોનનો પ્રી-ઓર્ડર 10 મેથી શરૂ થશે જ્યારે તેનું શિપિંગ 27 જૂનથી શરૂ થશે.
આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube