Google પર થયો હતો દુનિયાનો સૌથી મોટો સાયબર એટેક, હવે થયો ખુલાસો
ઇન્ટરનેટની દુનિયામાં સાયબર એટેક (Cyber Attack) કોઇ નવી વાત નથી. અવારનવાર હેકર્સ દુનિયાભરના નેટવર્ક્સ અને કંપનીઓ પર સાયબર એટેક કરતા રહે છે. પરંતુ પ્રથમ વખત Googleએ ખુલાસો કર્યો કે, 2017માં સાયબર એટેકરે ગુગલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો (Biggest cyber attack) કર્યો હતો
નવી દિલ્હી: ઇન્ટરનેટની દુનિયામાં સાયબર એટેક (Cyber Attack) કોઇ નવી વાત નથી. અવારનવાર હેકર્સ દુનિયાભરના નેટવર્ક્સ અને કંપનીઓ પર સાયબર એટેક કરતા રહે છે. પરંતુ પ્રથમ વખત Googleએ ખુલાસો કર્યો કે, 2017માં સાયબર એટેકરે ગુગલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો (Biggest cyber attack) કર્યો હતો. આ ડિસ્ટ્રીબ્યૂટેડ ડિનાઇલ-ઓફ-સર્વિસ (DDoS)ની ઉંચી બેન્ડવિથવાળા 2.5 ટીબીપીએસ ડીડોસવાળો હુમલો હતો. આ સાયબર એટેકનો સામનો કરવા માટે લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો.
આ પણ વાંચો:- સ્માર્ટફોન પર 33,000 રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, અફસોસ કરતાં પહેલા વાંચો આ સમાચાર
કેમ થયો હતો હુમલો?
ગુગલે જણાવ્યું કે સપ્ટેમ્બર 2017માં આ મોટા બેન્ડવિથવાળા સાયબર હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો હતો. Times of Indiaની રિપોર્ટ અનુસાર હુમલામાં એકસાથે હજારો આઇપી ને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ ચકમો આપવા માટે ઘણા નેટવર્કનો ઉપયો કરી 167 એમબીપીએસથી 1,80,000 સીએલએડીએપી, ડીએનએસ અને એસએમટીપી સર્વરોને ખુલ્લા પાડ્યા હતા.
આ પણ વાંચો:- સસ્તા 5G ફોનની તૈયારીમાં જીયો, આટલી હોઈ શકે છે કિંમત
સૌથી ઉંચી બેન્ડવિડ્થનો હતો આ હુમલો
કંપનીનું કહેવું છે કે, સાયબર હુમલાખોર ઘણા શક્તિશાળી હતા. આ 2016માં થયેલા મિરાઈ બોટનેટ પર થયેલા 623 જીબીપીએસની સરખામણીમાં 4 ગણો મોટો હતો. આ અત્યાર સુધીનો સૌથી ઉંચી બેન્ડવિડ્થનો હુમલો હતો.
આ પણ વાંચો:- Samsung એ લોન્ચ કર્યું નવું ફિટનેટ ટ્રેકર, બેટરી છે લાઇફ ખરેખર શાનદાર
ચીન સરકાર પર છે શંકા
ગુગલે કહ્યું છે કે, આટલી ઉંચી બેન્ડવિડ્થ પર સાયબર હુમલો કોઇ એક વ્યક્તિ અથવા કંપની માટે સંભવ નથી. કંપનીએ ખુલાસો કર્યો છે કે, આ હુમલો ચીનથી કરવામાં આવ્યો છે. આટલો મોટો અને વ્યાપક સાયબર હુમલો સરકારની મંજૂરી વગર સંભવ નથી. ગુગલના જ થ્રેટ એનાલિસિસ ગ્રુપ (TAG)એ દાવો કર્યો છે કે, આ મોટો હુમલામાં ચીનના ચાર ઇન્ટરનેટ નેટવર્ક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube