સ્માર્ટફોન પર 33,000 રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, અફસોસ કરતાં પહેલા વાંચો આ સમાચાર
કહેવામાં આવે છે કે, જો તમને કોઈ વસ્તુ સારી ડીલ પર મળી રહી છે તો તક છોડવી જોઇએ નહી. હાલ તમને મોબાઇલ ફોન મામલે શાનદાર તક મળી રહી છે. 21 નવેમ્બર સુધી Flipkartના Big Billion Days સેલમાં તમને ભારે ડિસ્કાઉન્ટનીસાથે ફોન ખરીદી શકો છો
Trending Photos
નવી દિલ્હી: કહેવામાં આવે છે કે, જો તમને કોઈ વસ્તુ સારી ડીલ પર મળી રહી છે તો તક છોડવી જોઇએ નહી. હાલ તમને મોબાઇલ ફોન મામલે શાનદાર તક મળી રહી છે. 21 નવેમ્બર સુધી Flipkartના Big Billion Days સેલમાં તમને ભારે ડિસ્કાઉન્ટનીસાથે ફોન ખરીદી શકો છો. એપ અથવા સાઇટ પર મોબાઇલની લાંબી લિસ્ટ જોઇ તમે સમજી શકશો નહીં કે કયો ફોન તમારા માટે સારો રહેશે. તો અમે તમને કેટલાક પસંદગીના ફોનનું લિસ્ટ તમને જણાવી રહ્યાં છે...
આ પણ વાંચો:- સસ્તા 5G ફોનની તૈયારીમાં જીયો, આટલી હોઈ શકે છે કિંમત
iPhone 11 Pro પર 26 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના આ ખાસ સેલમાં iPhone 11 Pro પર 26 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીના અનુસાર આઇફોન 79,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. જ્યારે આ ફોનની કિંમત 1,06,600 રૂપિયા છે. આ ઉપરાંત આ ફોનમાં SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડરને વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
Samsung Galaxy S20 Plus પર 33 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
એવું નથી કે તમને ડિસ્કાઉન્ટનો ફાયદો માત્ર એપલ અથવા ચાઈનાના ફોન્સ પર મળી રહ્યો છે. તમને સેમસંગના હેન્ડસેટ્સમાં પણ શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Samsung Galaxy S20 Plus અહીં 49,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. જ્યારે આ ફોનની કિંમત 83,000 રૂપિયા છે. કોઇ ફ્લેગશિપ મોબાઇલ ફોન પર મળતી આ સૌથી શાનદાર ડીલ છે.
આ પણ વાંચો:- Apple એ આઇફોન 12ની સાથે નહી મળે ચાર્જર અને Earpods
માત્ર 37,999માં ખરીદો iPhone XR
એપલનો જ આઇફોન XR આ સેલમાં ઘણી સારી કિંમતમાં મળી શકે છે. ફિલ્પકાર્ટ સેલમાં આ ફોન 37,999 રૂપિયામાં ખરીદી શકો છો. આમ તો સામન્ય સ્ટોરમાં આ ફોનની કિંમત 52,500 રૂપિયા છે. આઇફોન એક્સઆર એક્સચેન્જ ઓફરન સાથે પણ ઉપલબ્ધ છે, જેના અંતર્ગત ગ્રાહકને વધુમાં વધુ 16,400 રૂપિયાની છૂટ મળી શકે છે.
Note 10 Plus 30,000ની છૂટ
માત્ર સેમસંગ Galaxy S20 Plus જ નહીં પરંતુ Galaxy Note 10 Plus ખરીદવા પર પણ તમને સારો ફાયદો થઇ શકે છે. નોટ 10 પ્લસ લગભગ 30,000 રૂપિયાની છૂટ મળી રહી છે. ફ્લિપકાર્ટ પર તેને માત્ર 54,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આમ તો બજારમાં આ ફલેગશપ ફોનની કિંમત 85,000 રૂપિયા છે.
આ પ્રકાર જો તમે ચાઈનીઝ ફોન્સની તરફ જુઓ તો ત્યાં પણ તમને સારૂ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો કે, તમારા માટે આ કેટલોગ પર ધ્યાન આપવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે