Googleના સ્માર્ટફોન Pixel 5 માં મળી બગ, બેટરી ઇન્ડિકેટર કરી રહ્યું છે કન્ફ્યૂઝ
Googleનો સૌથી ચર્ચિત સ્માર્ટફોન Pixel 5માં પણ બગ ડિટેક્ટ થયો છે. Google Pixel 5 સ્માર્ટફોનના કેટલાક યૂનિટમાં બેટરી ઇન્ડિકેટરમાં કેટલાક બગ્સના કારણે પ્રોબલ્મ સામે આવી છે. બગ્સના કારણે લાંબો સમય ફોન યૂઝ કરવા પર પણ બેટરી પ્રસેન્ટેજ ત્યાંજ રહે છે. ગુગલ ટૂંક સમયમાં તેનો ફિક્સ રોલઆઉટ કરશે.
નવી દિલ્હી: Googleનો સૌથી ચર્ચિત સ્માર્ટફોન Pixel 5માં પણ બગ ડિટેક્ટ થયો છે. Google Pixel 5 સ્માર્ટફોનના કેટલાક યૂનિટમાં બેટરી ઇન્ડિકેટરમાં કેટલાક બગ્સના કારણે પ્રોબલ્મ સામે આવી છે. બગ્સના કારણે લાંબો સમય ફોન યૂઝ કરવા પર પણ બેટરી પ્રસેન્ટેજ ત્યાંજ રહે છે. ગુગલ ટૂંક સમયમાં તેનો ફિક્સ રોલઆઉટ કરશે.
આ પણ વાંચો:- તમારા ફોનની બેટરી જલદી પુરી થઇ જાય છે? ફટાફટ ડિલીટ કરો આ 22 એપ્સ
સામાન્યત: કોઈપણ સ્માર્ટફોનની બેટરી જેમ જેમ સ્માર્ટફોનમાં યૂઝ થયા છે તેમ પૂર્ણ થયા છે. Pixel 5 સ્માર્ટફોન યૂઝર કરી રહેલા Kyle Bradshawએ ટ્વિટર પર જણાવ્યું કે, તેમનો સ્માર્ટપોન ઘણા કલાક યૂઝ કર્યા બાદ પણ બેટરી 100 ટકાથી 99 ટકા દેખાડી રહી છે. તેમને પહેલા લાગ્યું કે, સ્માર્ટફોન શાનદાર બેટરી બેકઅપ ઓફર કરી રહી છે, પરંતુ આ બધુ જ એક બગના કારણે થઈ રહ્યું હતું.
આ પણ વાંચો:- iPhoneની પાછળ છે એક સીક્રેટ બટન, ઓછા લોકો જાણે છે તેના ઉપયોગની રીત
અમારી સહયોગી વેબસાઈટ અનુસાર ગુગલના ફોરમમાં આ પ્રકારની કમ્પ્લેન ઘણા યૂઝર્સે કરી હતી. આ કમ્પલેન થોડા દિવસ પહેલા કરવામાં આવી છે. Googleના પ્રોડક્ટ એક્સપર્ટે ફોરમ પર મળી રહેલી કમ્પ્લેન પર રિફ્લાઇ કરી આ કન્ફર્મ કર્યું છે કે, ગુગલ આ બગને ફિક્સ કરવા પર કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં તેની અપડેટમાં આ રોલ આઉટ કરવામાં આવશે.
આ પણ વાંચો:- અચાનક તમારો ફોન પાણીમાં પડે તો...? શું કરવું તેના કરતા શું ન કરવુ તે જાણવા જેવુ છે
આ સાથે કેટલાક ટેમ્પરેરી સોલ્યૂશન પણ આપવામાં આવ્યા છે. તેના માટે Pixel 5 યૂઝર્સના સ્માર્ટફોનમે ચાર્જમાં લગાવતા પહેલા રિસ્ટાર્ટ કરવાનો રહેશે. રિચાર્જ કર્યા બાજ ડિવાઇસ કરેક્ટ બેટરી લેવલ શો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube